અમેરિકાએ પાકિસ્તાનીઓના વિઝાની અવધિ 4 વર્ષ ઘટાડીMarch 06, 2019

 નવા નિયમ પ્રમાણે પત્રકાર અને મીડિયા પર્સનને પણ ફકત ત્રણ જ મહિનાની છૂટ
વોશ્િંગટન તા.6
પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ દુનિયાભરમાં ઘેરાયેલા પાકિસ્તાનને વધુ એક ઝાટકો લાગ્યો છે. અમેરિકા એ તેમના દેશમાં આવનારા પાકિસ્તાની નાગરિકોને મળનાર વીઝાનો સમયગાળો ઘટાડી દીધો છે. પહેલાં પાકિસ્તાની નાગરિકોને જે 5 વર્ષના વિઝા મળતા
હતા, હવે તેની સમય મર્યાદા ઘટાડીને 12 મહિના કરી દીધી છે.
પાકિસ્તાની અખબાર ધ ટ્રિબ્યુનના મતે પાકિસ્તાનમાં હાજર અમેરિકન રાજદૂતે આ વાતની માહિતી સરકારને આપી દીધી છે. મળતી માહિતી પ્રમાણે નવા નિયમોમાં પાકિસ્તાની પત્રકાર અને મીડિયાપર્સન માટે વધુ મુશ્કેલી છે. તેમને મળનાર વીઝાનો સમયગાળો 3 મહિના કરી દીધો છે.
એટલું જ નહીં અમેરિકાએ વીઝાની સમય મર્યાદા ઘટાડવાની સાથો સાથ વીઝા માટે આપવી પડતી ફી પણ વધારી દીધી છે. એટલે કે જો કોઇ પાકિસ્તાની નાગરિક અમેરિકા જવા માંગે છે તો તો એક વખતમાં તે 12 મહિનાથી વધુ સમય રહી શકશે નહીં, જો તેને વધુ સમય સુધી ત્યાં રહેવું હોય તો તેને પાછું પાકિસ્તાન આવવું પડશે અને વીઝાને રિન્યુ કરાવા પડશે.
નવા આદેશ પ્રમાણે વર્ક વીઝા, જર્નાલિસ્ટ વીઝા, ટ્રાન્સફર વીઝા, ધાર્મિક વીઝા માટે ફીમાં વધારો કરાયો છે. તેના માટે અત્યારે જે પણ વીઝા છે તેમાં 32 થી 38 ડોલર સુધીનો વધારો કરાયો છે.
એટલે કે જો હવે કોઇ પાકિસ્તાની પત્રકાર અમેરિકા જવા માંગે છે તો તેને વીઝા અપ્લાય કરવા માટે 192 ડોલર આપવા પડશે જ્યારે કેટલીક બીજી કેટેગરીમાં 198 ડોલર ફી થઇ છે. અમેરિકા દ્વારા રજૂ કરાયેલા આંકડા પ્રમાણે 2018મા અંદાજે 38000 પાકિસ્તાનીઓને ઞજના વીઝા આપવાની ના પાડી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે પુલવામા આતંકી હુમલા બાદથી જ પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તર પર મોટો ઝાટકો લાગ્યો છે. અમેરિકા પહેલાં જ પાકિસ્તાનને અપાતી મદદ રોકી દેવામાં આવી છે. આ સિવાય કેટલાંય આતંકી સંગઠનો પર કાર્યવાહી કરવા માટે પણ ફટકાર લાગી ચૂકી છે.