Women's Day: શક્તિ સ્વરૂપા નારીને નમન કરવાનો દિવસMarch 05, 2019

આપણા સમગ્ર સમાજના મુખ્ય આધારસ્તંભ સ્ત્રી અને પુરૂષ છે. એકબીજા વગર બંને અધુરા છે. ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીનું મહત્વ સમજાવ્યું છે.
આપણા શાસ્ત્રોમાં પણ દરેક ભગવાનના નામ પત્ની સાથે લેવાય છે તેથી સંસાર અને સમાજમાં બંનેનું મહત્ત્વ સરખુ છે. પહેલાના સમયમાં ગ્રામ્ય પ્રજા ખેતી, મકાન બાંધવું, પશુપાલન વગેરે સાથે મળીને જ કરતાને ?
પરંતુ જેમ જેમ મનુષ્ય પ્રગતિ કરતો થયો અને સ્ત્રીને અબળા સમજતો થયો એટલે પ્રશ્ર્નો ઉભા થવા લાગ્યા અને વચ્ચેનો સમય એવો પણ આવ્યો કે સ્ત્રીને દાસી સમજીને અત્યાચારો પણ થવા લાગ્યા અને એટલે જ સ્ત્રીઓ પણ પોતાના હકક માટે, પોતાના સ્વપ્નો માટે જાગૃત થઇ અને સામી લડત આપી આજના સમયમાં કોઇપણ ક્ષેત્ર એવું નથી કે જ્યાં સ્ત્રીઓની હાજરી ન હોય બલ્કે સ્ત્રીઓની હાજરી વગર કોઇપણ ક્ષેત્ર અધુરુ લાગે છે.
ભગવાને સ્ત્રીઓમાં ઉર્જાનો સ્તોત્ર મૂકયો છે જે કોઇપણ સમયે કોઇપણ પરીસ્થિતિમાં લડી શકે છે તેમજ કોઇપણ સંજોગોને સાચવી શકે છે. આ દ્વિતીય વર્ષ છે જ્યારે ‘ગુજરાત મિરર’ નારી શક્તિને સન્માન આપે અને સમગ્ર વર્ષ દરમિયાન ઉડાનમાં પણ એ નારી શક્તિઓની સત્ય-સંઘર્ષકથા રજૂ કરવામાં આવે છે 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિને સર્વે સ્ત્રી શક્તિઓનું નેતૃત્વ કરતા જુદા જુદા ક્ષેત્રની સ્ત્રી શક્તિઓના મંતવ્યો સમગ્ર નારી શક્તિઓને શુભેચ્છા સ્વરૂપે પ્રસ્તુત છે.   વુમન્સ ડેનો
દિવસ નહીં પરંતુ
જીવનનો દરેક દિવસ
તમારો છે ચાહે તમે ગૃહિણી હો, વર્કિંગ વુમન હો કે બિઝનેસ વુમન હો પોતાનામાં રહેલી
શક્તિને ઓળખો
અને
તેનો
ઉપયોગ કરો સ્ત્રીમાં અમાપ શક્તિ પડેલી છે તેને ઓળખીને સ્ત્રીએ તેનો ઉપયોગ કરી આગળ વધવું જોઈએ. સ્ત્રીમાં માતૃશક્તિ પડેલી છે જેના કારણે તે પતિ, બાળકો ,પરિવારની કાળજી રાખે છે તો બીજી તરફ ધૈર્ય અને આત્મવિશ્ર્વાસપૂર્વક બહારની દુનિયામાં પણ સફળતાપૂર્વક સંચાલન
કરે છે.
તે ચાહે તે કરી શકે છે.આજનો યુગ જ્ઞાનનો યુગ છે. નોલેજ ઇઝ પાવર એટલે દરેક સ્ત્રીએ ભણવા ઉપર વધારે ભાર મૂકવો જોઈએ. દીકરીને નાનપણથી ભણાવી-ગણાવી અને પોતાના વિચારો વ્યક્ત કરવાની છૂટ આપી હશે તો તે પોતાનામાં રહેલી આવડત, શક્તિને ઓળખીને તેને ખીલવી શકશે.
- શ્રીમતી અંજલિબેન રૂપાણી
ભાજપ મહિલા મોરચા પ્રભારી દરેક
ફિલ્ડમાં મહિલા
100%
કમિટમેન્ટ સાથે કામ
કરે છે હમણાં કોઇમ્બતુરમાં એક યુનિવર્સિટીમાં જવાનું બન્યું જેમાં વાઇસ ચાન્સેલરથી લઇને સ્વીપર સુધીના બધા જ મહિલા હતા પરંતુ બહુ જ કમિટમેન્ટ સાથે દરેક મહિલા પોતાનું કામ, પોતાની ફરજ સુંદર રીતે બજાવતા હતા કે સેલ્યુટ કરવાનું મન થાય આ વાત કહેવાનો અર્થ છે કે સ્ત્રી જે પદ પર હોય ત્યાં તે પોતાના 100% કમિટમેન્ટ સાથે પુર્ણ ઇન્વોલ્વમેન્ટ સાથે કામ કરે છે પણ સમાજમાં ધીમે ધીમે એ વાતનો સ્વીકાર પણ થવા લાગ્યો છે.
મહિલા કોઇ હોદ્દા પર હોય ત્યારે બે પ્રકારના લોકો છે એક મહિલાનો હોદ્દો સ્વીકારે છે અને બીજા એને સ્વીકારી શકતા નથી પરંતુ હવે સમય બદલાયો છે હવે મહિલાઓ કેરિયર ઓરિએન્ટેડ થઇ છે અને પુરુષો પણ તેમાં સાથ આપતા થયા છે. માનસિકતા બદલાઇ છે. આ ઉપરાંત સ્ત્રીઓમાં પણ જગરૂકતા આવી છે આત્મવિશ્ર્વાસ વઘ્યો છે. તેથી પહેલા કરતા કાર્ય થોડુ સરળ બન્યું છે બધાને ‘વુમન્સ ડે’ ની શુભેચ્છાઓ.
ડો. નીલાંબરી દવે
ડીન, એચ.ઓ.ડી. હોમસાયન્સ, એકસ.વાઇસ ચાન્સેલર(સૌ.યુનિ.) હજુ પણ
સારો
સમય
આવશે...
આ યુગ
નારીનો છે સૌ પ્રથમ મહિલા દિવસ નિમિતે સર્વે નારી શક્તિઓને પ્રણામ. આજના સમયમાં મહિલાઓની સ્થિતિમાં પહેલાના સમય કરતા સુધારો આવ્યો છે. છતા કેટલાક એવા છે કે જયાં મહિલાઓની પરિસ્થિતિ એટલી સારી નથી તો આવા સમયે જે લોકો સક્ષમ છે તેણે બીજાને મદદ કરવી જોઇએ આજે દીકરો હોય કે દીકરી બંનેનો ઉછેેર સરખો કરો બધાને રીસ્પેકટ આપવાનું બંનેને શીખવો. હજુ પણ સમાજમાં ઘણો સુધાર આવશે હવેનો યુગ નારીનો છે.
શ્રીમતિ સીમા બંછાનિધી પાની ફ્રેમિનિઝમને
ખરા
અર્થમાં
સમજીએ મારી પ્રિય સખીઓ,
સમગ્ર માનવજાતના તમે સરખા હિસ્સેદાર છો. તમે કદાચ કોઈની પત્ની, કોઈની દીકરી ,કોઈની બહેન છો પરંતુ આ બધાથી વધારે ભગવાનના આશીર્વાદ નવસર્જન નું મહત્ત્વનું કાર્ય એટલે એક જીવને જન્મ આપનાર છો ફક્ત આજનો દિવસ નહીં પરંતુ જીવનનો દરેક દિવસ તમારો છે ચાહે તમે ગૃહિણી હો, વર્કિંગ વુમન હો કે બિઝનેસ વુમન હો પોતાની જાત માટે હંમેશા ગર્વ મહેસુસ કરો. તો ચાલો સાથે મળીને શ્રેષ્ઠ ઇન્સાન બનવાનો સંકલ્પ કરીએ. દરેક મહિલાને માન, સમ્માન આપવાના નિશ્ર્ચય સાથે સમગ્ર પુરુષ જાતિને માન આપતા ફેમિનિઝમના ખરા અર્થને સમજીએ.
આ સાથે દરેક સ્ત્રી શક્તિને પ્રણામ.
શ્રીમતિ માલિની મનોજ અગ્રવાલ ‘બેટી
બચાવો’
અભિયાન
બંધ થાય
ત્યારે જ
સાચા અર્થમાં મહિલા દિન કહેવાશે વુમન્સ-ડેનો દિવસ સ્ત્રીના પ્રેમ, ત્યાગ, સમર્પણ અને કાળજી માટે મનાવવામાં આવે છે આજે સ્ત્રીની સ્થિતિ પ્રમાણમાં ઘણી સારી છે પરંતુ હજુ પણ દેશના અમુક હિસ્સામાં સ્ત્રીઓની સ્થિતિ એટલી સારી નથી હજુ પણ ભૃણ હત્યા માટે આપણે કાયદા બનાવવા પડે છે જયારે ‘બેટી બચાવો બેટી પઢાવો’ અભિયાન ચલાવવાનું બંધ થશે ત્યારે જ સાચા અર્થમાં મહિલા દિવસ મનાવ્યો ગણાશે. કોઇ પણ દેશ મહિલાના સાથ વગર સફળતાના શિખર પર પહોંચી શકશે નહીં.
- પિયુ સરખેલ
(શાસ્ત્રીય ગાયિકા)   સુંદર
જીવન
જીવો
અને
બીજાને
પ્રેરણા આપો "વુમન્સ-ડેના અવસર પર ખાલી એટલું જ અભિવ્યકત કરવું છે કે "આધુનિકરણનાં આંધળા અનુકરણ કરતાં કરતાં કયાંક અંધકરણના થઈ જાય હકારાત્મક વિચાર, દેશદાઝ અને ઉત્સાહનો સ્ત્રોત બનીએ રોજ જીવો અને પ્રેરણા આપો. પરિવાર અને બાળકોમાં આધુનિક વ્યવસ્થા અપનાવવા સાથે સંસ્કારનું અને સંસ્કૃતિનું પણ જતન કરો.
- શમા પટેલ (ફેશન ડિઝાઈનર) ઇકવલ
રાઇટ
અને
ફ્રીડમ એ જ
વુમન
એમ્પાવરમેન્ટ વુમન એમ્પાવરમેન્ટ અર્થ છે ઇકવલ રાઇટ અને ફ્રીડમ.
આ ફકત કેરિયર વુમન માટેની વાત નથી ચાહે ગૃહિણી હોય કે વર્કિંગ વુમન તેને ફ્રીડમ મળવી જરૂરી છે. દરેકને પોતાની પસંદગી મુજબ જીવવાનો હકક મળવો જોઇએ. આ માટે સ્ત્રીને પણ પોતાની જાતમાં અને પોતાના સ્વપ્નાઓ પર વિશ્ર્વાસ હોવો જરૂરી છે.
સ્ત્રી હંમેશા સેફટી અને સિકયોરીટી જોતી હોય છે આમ છતાં તેની અંદર એવુ ‘તત્ત્વ’ પડેલું છે જે પોતાની ડેસ્ટીની ચેન્જ કરી શકે કોઇપણ ઉંમરે સ્ત્રી નવી શરૂઆત કરી શકે છે અને પોતાના સ્વપ્નો પૂરા કરી શકે છે સર્વેે સ્ત્રી શક્તિને મહિલા દિનની શુભેચ્છા....
- તન્વી ગદોયા
મોટીવેશનલ સ્પીકર આત્મ
વિશ્ર્વાસથી સફળતાની
દરેક મંઝિલ
મેળવી
શકે છે ભગવાને સ્ત્રી કે પુરુષ બંનેને અકે સરખી બુધ્ધિ અને એક સરખી શક્તિ આપ્યા છે તેમાં બિલકુલ ભેદભાવ કર્યો નથી આજે મહિલાએ દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી છે સ્ત્રીમા આંતરીક શક્તિ, આત્મવિશ્ર્વાસ અને સુઝ છે જેના દ્વારા તે પોતાની પ્રગતિની રાહમાં આવતા દરેક પ્રોબ્લેમ સરળતાથી ઉકેલી શકે છે પોતાને જે ક્ષેત્રમાં આગળ વધવું છે તે માટે જો વિશ્ર્વાસ હશે તો તે સફળતાની દરેક મંઝિલ પ્રાપ્ત કરી શકશે.
- ભાનુબેન બાબરિયા
જનરલ સેક્રેટરી
(એસ.એસ. મોરચા) પોતાની
જાતને
પ્રેમ
કરો...
આદર
આપો સ્ત્રીને બહારથી ‘એમ્પાવર’ કરવાની જરૂર જ નથી તેની અંદર શક્તિનો સ્ત્રોત પડેલો જ છે ફકત વર્કિંગ વુમન જ કંઇક કરે છે એ માનવાની જરૂર નથી ઘરે રહીને પતિ, બાળકોની જવાબદારી નિભાવે છે તે કાર્ય ખરેખર અઘરૂ છે. ગૃહિણી જે સમગ્ર ઘરનો આધાર છે વર્કિંગ વુમન બહારની પણ પરિસ્થિથિ સંભાળે છે એ સારી વાત છે પરંતુ દરેક મહિલામાં કોઇ પણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવાની શક્તિ હોય જ છે.
મહિલા સક્ષમ છે તેને બહારથી એમ્પાવર કરવાની જરૂર નથી તેને એકસેપ્ટન્સ આપો.. પ્લેટફોર્મ આપો અને ચાન્સ આપો. દરેક મહિલાએ પોતાની જાતને પ્રેમ કરવાની જરૂર છે, રીસ્પેકટ કરવાની જરૂર છે.
- શ્રીમતિ અનુજા રાહુલ ગુપ્તા એક દી’ સર્જકે
નારીનું સર્જન કર્યુ... એક દી’ સર્જકને આવ્યો, કૈ અજબ જેવો વિચાર
દંગ થઇ જાયે જગત એવું કરું સર્જન ધરાર
ફૂલની લીધી સુંવાળપ, શુળથી લીધી ખટક,
ઔંસથી ભીનાશ લીધી, બાગથી લીધી મહેંક,
મેરૂએ આપી અડગતા, ધરતીએ ધીરજ ધરી,
વૃક્ષથી પરમાર્થ કેરી, ભાવના ભેગી કરી,
બુદબુદાથી અલ્પતા, ગંભીરતા મઝધારથી
મેળવ્યો કંકાસ મીઠો, મોજના સંસારથી
પ્રેમ સારસનો ઉપાડયો, પારેવાનો ફડફડાટ
કાગથી ચાતુર્ય લીધું, કાબરોથી કલબલાટ
ખંત લીધી કીડીઓથી, મક્ષીકાથી શ્રમ અથાગ
નીરથી નિર્મળતા લીધી, આગથી લીધો વિરાગ
પંચભૂતો મેળવી એ સર્વેનું મંથન કર્યુ.
એક દી’ સર્જકે નારીનું સર્જન કર્યુ.
દેવ દુર્લભ અવનવી આ શોધ જ્યાં બીબે ઢળી
એ દિવસથી દર્દ કેરી ભેટ દુનિયાને મળી.
- શુન્ય પાલનપુરી નારી શક્તિને કોઇ
શબ્દમાં બાંધી શકાય નહીં એક એવો શબ્દ જે કોઇ જ વ્યાખ્યાને આધીન નથી. શક્તિ, સમય, સ્નેહ અને સહનશીલતા સમાપના, સમર્પણ અને સ્વાધીન જીવન આપી શકવાની ક્ષમતા ધરાવતી નારી શક્તિને કોઇ શબ્દમાં કેમ બાંધી શકાય. જો શક્તિ વિના શિવનું પણ અસ્તિત્ત્વના હોય તો સ્ત્રી વિના પ્રકૃતિની કલ્પના પણ અશકય.