ટેરો કાર્ડ જણાવે છે મહિલાઓનું ભાવિMarch 05, 2019

હા! અપના ટાઈમ આયેગા...
ખરેખર, આજે સ્ત્રીઓનો સમય આવી ગયો છે. બધી જ બહેનોને આજે 8મી માર્ચ વુમન્સ ડે એટલે મહિલા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ‘નારી તુ નારાયણી’ આ શબ્દોને આજની નારીએ સાર્થક કરી બતાવ્યા છે. મકાનની ચાર દિવાલને પ્રેમ અને હૂંફથી સજાવી ઘર બનાવનાર ગૃહિણીએ પોતાની સ્ત્રી શક્તિને ચાંદ સુધી પહોંચી સાબીત કરી દીધી છે. દરેક ક્ષેત્રોમાં ઉત્તમ કાર્યક્ષમતા બતાવી સમાજ, દેશ અને વિશ્ર્વમાં પોતાની નવી છબી, નવા સ્વરૂપ સાથે મલ્ટીટાસ્કીંગનું બિરૂદ મેળવ્યું છે.
આજે આપણે ટેરોકાર્ડ રીડીંગ દ્વારા જાણીશું બહેનોનું ભવિષ્યશું છે?
(1) અલગ અલગ ક્ષેત્રોમાં જોબ કરતી બહેનો માટે 2019નું આખું વર્ષ એકંદરે કેવું રહેશે?
જોબ કરતી મહિલાઓ માટે આ વર્ષ ખૂબ સફળ રહેશે. તમે જે ક્ષેત્રમાં જે જગ્યા પર છો કોઇ તમારું સ્થાન નહી લઇ શકે. જેટલા સુઝબુઝ અને ખંતપૂર્વક કાર્ય કરી રહ્યા છો એ જ જુસ્સા સાથે આગળ વધતા રહો ઘણી સફળતાઓ મળશે.
(2) ગૃહિણીઓ માટે આ વર્ષ કેવું રહેશે તે ટેરોકાર્ડ દ્વારા જાણીએ તો
ગૃહિણીઓને આંખ તો પોતાની હોય છે પરંતુ એ આંખોમાં સપનાઓ હંમેશા ઘર, પરિવાર માટેના હોય છે. તો બહેનો આપના આ સપનાઓ સાકાર થવાનો સમય આવી રહ્યો છે. અમુક અધુરા કાર્યો આ વર્ષમાં પૂરા થશે. જોઈન્ટ ફેમિલીમાં રહેતા બહેનોનો દ્રષ્ટિકોણ બદલાશે.
(3) દાદી-નાની માટે એટલે કે સિનિયર સીટીઝન મહિલાઓનું આ વર્ષે સ્વાસ્થ્ય માટે એન્જલ શું સંદેશો આપે છે એ જોઇએ.
શરૂઆતનો થોડો સમય સાચવ્યો એટલે કે અમુક સમય સ્વાસ્થ્યમાં નાની-મોટી તકલીફો રહેવાની શક્યતા છે. તો દાદીમા-નાનીમા હવે અત્યારથી તબીયતની કાળજી રાખવી, દૂરનું વિચારી ચિંતાઓ ન કરવી. થોડી આળસ જેવું લાગ્યા કરવું. શારિરીક દુ:ખાવાઓ થવા, પિત્ત-ગેસ જેવી તકલીફો હોય તેમણે થોડી કાળજી રાખવી.
(4) અલગ અલગ બિઝનેસ કરતી મહિલાઓ માટે આ વર્ષ કેવું નિવડશે?
બિઝનેસ વુમન માટે આ વર્ષ ઘણા બદલાવ લઇને આવી રહ્યું છે. બિઝનેસમાં ગ્રોથ થશે. જેમણે નવો નવો બિઝનેસ શરૂ કર્યો છે એમના માટે આ વર્ષે એક મજબુત પાયો બંધાશે. બિઝનેસ કરતી બહેનો જે ટોચ પર પહોંચેલ છે તેમણે થોડી તકેદારી રાખવી. વહેમ અને અભિમાનમાં ન રહેવું. હરિફાઈ કરતા કામએ આપણું કર્મ છે તેમ માની મળેલી પ્રતિષ્ઠાનો આદર કરવો. એક મહિલા ટેરોકાર્ડ એક્સપર્ટ અને સ્પિરીચ્યુલ હિલર તરીકે હું આપને એ કહીશ કે, ઈશ્ર્વરે જે આપ્યું છે તેનો આભાર માની, જે કંઇ કર્મ કરો તેમાં સતત હકારાત્મક ભાવ રાખો, કારણ કે સુખ કે દુ:ખનો કોઇ સમય રોકાતો નથી, તમે માત્ર કર્મ કરો.
- એકતા ધકાણ
ટેરોકાર્ડ એકસપર્ટ એન્ડ સ્પિરીચ્યુઅલ હીલર