પિતૃપૂજા માટે અમાસનું વિશેષ મહત્ત્વ...March 04, 2019

અમાસ તિથિના દેવ પિતૃ છે તેથી આ દિવસે પિતૃ5ૂજન કરીને તેની સદ્ગતિ માટે પ્રાર્થના
કરી શકાય
ભાદરવા વદ માસની અમાસ સર્વપિતૃના પૂજન હેતુ અથવા જેમના પિતૃની તિથિની ખબર ના હોય તેમના માટે આ દિવસે પૂજન કરાય છે, ચૈત્ર વદ માસ માં પણ પિતૃ પૂજન કરતા હોઇએ, આ ઉપરાંત દર હિન્દુ માસના વદ પક્ષમાં આવતી અમાસના દિવસે પણ પિતૃ અર્થે પૂજન કરાતું હોય છે કેમકે અમાસની તિથિના દેવ પિતૃ છે તેમાં પણ ખાસ સોમવારે આવતી સોમવતી અમાસ અને બુધવારે આવતી બુધવારી અમાસ પણ વિશેષ પૂજન અર્થે મહત્વ વધારે છે, પિતૃ દોષ હેતુ રાહુ ગ્રહ ની ગણતરી ને અન્ય ગ્રહયોગ કરતા થોડું વધુ મહત્વ આપવામાં આવે છે તા.6/3ને બુધવાર, મહાવદ 30, શતતારા નક્ષત્ર (જે રાહુ ગ્રહ નું નક્ષત્ર છે.) પિતૃપૂજા માટે સવારથી બપોર સુધી એટલે દિવસના મધ્ય ભાગ સુધી અને સાંજ થતા પેહલા કરવી ઇચ્છનીય છે, સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિ સરળ રીતે પોતાના પિતૃનું પૂજન કરી શકે તે હેતુ સવારે શિવ મંદિર માં જઈ શિવલિંગ પર તેમજ તેના આભૂષણ રૂપી સર્પ પર જળ, દૂધ (ગરમ કર્યા વગરનું), અને પંચામૃત વડે અભિષેક કરવો, જો અનુકૂળ આવે તો અભિષેક કરતી વખતે પોતાનું મુખ નૈઋત્ય દિશા (દક્ષિણ અને પશ્ર્ચિમ વચ્ચે નો ખૂણો) માં રાખવું ઇચ્છનીય છે, ત્યારબાદ જળ વડે પીપળા ના વૃક્ષ ના મૂળ માં જળ (જો શક્ય હોય તો તેમાં થોડા જવ ઉમેરવા) સિંચન કરતી વખતે પ્રદક્ષિણા કરી પિતૃની શાંતિ અને સદ્ગતિ માટે પ્રાર્થના કરવી (આ દરમિયાન પણ પોતાનું મુખ નૈઋત્ય ખૂણામાં રહે તો સારું,) આ પૂજન વખતે કાળા કે કાબરચિત્રા કપડાંના પહેરવા અને ચામડાનો પટ્ટો કે પર્સ ના રાખવું, પીપળા ના વૃક્ષ નીચે પતાસુ પ્રસાદ તરીકે મુકવું.
વૈષ્ણવ પંથી પિતૃ શાંતિ હેતુ ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચવા એ ઇચ્છનીય છે. ગરીબ ને યથાશક્તિ દાન, ગાય અને કુતરા ને રોટલી આપવી. સાંજે ઘરમાં શક્ય હોય તો ગૂગલ નો ધૂપ કરવો અને તેમાં પાતાસું, લવિંગ એક નંગ મૂકી કરવાથી પિતૃ ખુશ થાય છે અને તેમના આશીર્વાદ મળે છે,
-હેમીલ પી. લાઠિયા (એસ્ટ્રોયામીસ્ટ)