કટોરી ચાટ । ફોડ ટોકFebruary 19, 2019

કટોરી ચાટ
: કટોરી માટે :
250 ગ્રામ મેંદો,મીઠું, અજમો
1થી2 સ્પૂન તેલ નાખી મિકસ કરવું જરૂર મુજબ પાણી એડ કરી પરાઠા જેવી કણક તૈયાર કરવી
ગોળ પૂરી વણી મફિન્સ મોલ્ડની પાછળની સાઇડ રાખવી આ પૂરીને 180ં પર 158 મી. બેક કરવી આ રીતે કટોરી તૈયાર થશે.
: સ્ટફિંગ માટે :
1 કપ તળેલા-કાચા કેળાના કયુબ
1/2 કપ- બાફેલા બી (મગફળી ના બી)
1 ટી. સ્પૂન ચાટ મસાલો
મીઠુ, દહીં (ઓપ્શનલ)
1/2 કપ- જીણી સેવ
1 ટી.સ્પૂન ગરમ મસાલો
1/2 ટી. સ્પૂન મરી પાઉડર
1/4 કપ બાફેલા ચણા
લીલી ચટણી, મીઠી ચટણી, જરૂર મુજબ ધાણાભાજી
: રીત :
સૌ પ્રથમ એક બાઉલમાં તળેલા કાચા કેળાના કયુબ, બાફેલા બી, બાફેલા ચણા, મીઠું, ચાટ મસાલો, ગરમ મસાલો, મરી પાઉડર, ધાણાભાજી મિકસ કરવા. સ્ટફિંગ તૈયાર કરવું. સાઇડમાં રાખવું
એસેમ્બલ કરવા માટે:- બનાવેલ કટોરીમાં સ્ટફિંગ ભરવું. ઉપર લીલી ચટની, મીઠી ચટની, દહીં, અને સેવ ભભરાવી તરતજ સર્વ કરવું
ચાટ ચટની
: મીઠી ચટની :
1 કપ ખજૂર
1/2 કપ આમલી
2 ટે.સ્પૂન ગોળ
2 કલાક પલાળીને રાખવું ત્યારબાદ તેને 10 મીનીટ ગેસ પર મીડિયમ ફલેમ પર ઉકાળવું ઠંડુ થયા બાદ પીસી ગાળી લેવું હવે આ મિશ્રણમા મીઠું, 1 ટે.સ્પૂન ધાણાજીરૂ અને 1 ટી.સ્પૂન મરચુ પાઉડર એડ કરી મિકસ કરવું
: લીલી ચટની :
1 કપ ધાણાભાજી, 1/2 કપ ફુદીનો, 1 નાનો ટુકડો આદુ, 2થી 3 મરચા,
1 લીંબુનો રસ અને મીઠું એડ કરી પીસી લેવું.
: લાલ ચટની :
(લસણની ચટની) 1/2 કપ ગરમ પાણીમાં પલાળેલા (1કલાક પલાળવા) લાલ સુકા મરચા 10થી 12 કળી લસણ, મીઠુ,1/2 લીંબુનો રસ એડ કરી પીસી લેવું.
: વેરીએશન :
(1) કટોરી ચાટમાં કટોરી ને બદલે માર્કેટમાં મળતી બાસ્કેટ પુરી પણ લઇ શકાય
(2) ચાટના સ્ટફિંગ માં ફણગાવેલ મિકસ કઠોળ, છોલે ચણા પણ લઇ શકાય
(3) મેક્રોની ચાટમાં વટાણા ને બદલે બાફેલ મકાઇના દાણા લઇ શકાય
(4) જૈન બનાવવા માટે લસણ, ડુંગળી અને બટેટાનો ઉપયોગ ન કરવો.