ધ્રાંગધ્રા જેલમાં ઉુજઙના કાફલાનું સરપ્રાઈઝ ચેકિંગFebruary 18, 2019

 કોઈ પ્રતિબંધિત ચીજ વસ્તુ હાથ ન લાગી
ધ્રાંગધ્રા તા,18
ધ્રાંગધ્રા સબજેલમાં ડીવાયએસપી દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાયુ હતું. સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ ત્રણ સબજેલ આવેલી છે જે પૈકી ધ્રાગધ્રાની સબજેલ હંમેશા ચચાઁમા રહેતી આવી છે. અહિ વારંવાર મોબાઇલ, સીમકાડઁ ચાજઁર, સહિતની પ્રતિબંધીત ચીજ-વસ્તુઓ ચેકીંગમા ઝડપી લેવાય છે ત્યારે ફરી આજરોજ ધ્રાગધ્રા ડીવાયએસપી આર.બી.દેવધા સહિત જીલ્લાની એસ.ઓ.જી, એલ.સી.બી, સ્થાનિક સીટી તથા તાલુકા પોલીસના સ્ટાફ સહિતના પોલીસનો મોટા કાફલો સવારના સમયે અચાનક સબજેલમા સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવા આવી પહોચ્યો હતો. સવારના સમયે અચાનક પોલીસનો મોટો કાફલો સબજેલમા પ્રવેશ થતાની સાથે જ કેદીઓના મનમા ડર ઉદભવ થયો હતો. જ્યારે ચેકીંગ માટે આવેલા પોલીસે ધ્રાગધ્રા સબજેલની તમામ બેરેકોને ફીંદી નાખી હતી પરંતુ કોઇ પ્રતિબંધીત ચીજવસ્તુઓ હાથ લાગી ન હતી. જોકે અગાઉ કેટલાક લેભાગુ પોલીસ ગાડઁ અને જેલરના લીધે આ સબજેલમા આસાનીથી પ્રતિબંધીત ચીજવસ્તુઓ પહોચતી હતી પરંતુ એકસાથે તમામ પોલીસ ગાડઁની બદલી તથા સબજેલના જેલર સામે લાંચ માંવાના ગૃન્હા હેઠળ કાયદેસરની કાયઁવાહી થતા હવે ધીરે-ધીરે ધ્રાગધ્રા સબજેલનુ તંત્ર સુધરતુ હોય તેમ નજરે પડે છે.