સુરેન્દ્રનગરમાં શ્રમજીવી-પરિવારોનો સર્વરોગ નિદાન કેમ્પ; લાભ લેતા શ્રમિકોFebruary 18, 2019

 80 દર્દીઓના રોગનું નિદાન કરી સારવાર- દવાઓ અપાયા
સુરેન્દ્રનગર તા.18
સુરેન્દ્રનગર સુધારા પ્લોટ, ગાંડાવાડી,મીલ ની ચાલી,ખાણ વિસ્તારમાં વસવાટ કરતા શ્રમજીવીઓ વિવિધ રોગ થી પીડિત હોય તેઓના આરોગ્ય પરિક્ષણ અંગે સુરેન્દ્રનગર જિલ્લા યુવા વિકાસ પરિષદ ના સુબોધ જોષી, ઝંખના બેન શાહ ભગત, અલતાફ શાહ, સાહિલ સોલંકી ,તથા ટીમ દ્વારા નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન ખલીયાણી હોલ રતનપર ખાતે કરવામાં આવ્યું હતું.
જેમાં ઉપસ્થિત માનવ ઉત્થાન સેવા સમિતિના માનવ ધર્મ આશ્રમ ના સુમીતાબાઇજી તથા સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી મનુભાઈ પટેલ દ્વારા મંગલ દિપ પ્રાગટ્ય કરી કેમ્પ ને ખુલ્લો મુકવામા આવ્યો હતો તાજેતરમાં મિલીટરી ના જવાનો પર થયેલ આતંકી હુમલા ને વખોડી કાઢી ને શહિદ વિરો ને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. ડો.જયેશ વસેટીયનની ટીમ દ્વારા 100.જેટલા આંખ રોગના દર્દીઓ ની તપાસણી કરી દવા વિતરણ કરવામાં આવી હતી અને 75 દર્દીઓ ની આંખ તપાસણી કરી નંબર કાઢી આપી વિના મુલ્યે ચશ્મા નુ વિતરણ કરવામાં આવ્યુ હતું તથા ઉપરાંત
સી.યુ.શાહ મેડીકલ કોલેજ અને હોસ્પિટલ ની ડોક્ટરટીમ દ્વારા સ્ત્રી રોગ, હાડકાં રોગ, કાન,નાક, ગળા ના રોગ,ચામડીના રોગો વિગેરે ના આશરે 100 જેટલા દર્દીઓ ની તપાસણી કરી દવા વિતરણ કરવામાં આવી હતી, અને અર્બન હેલ્થ સેંટર જોરાવરનગર ના ડો.શિવાની વોરા ની ટીમ દ્વારા ડાયાબીટીસના 80 જેટલા દર્દીઓ ની તપાસણી કરી દવા વિતરણ કરવામાં આવી હતી. આ કેમ્પ ને સફળ બનાવવા અમીના બહેન,નિર્મલાબેન, હિંમતભાઈ ડાભી,ઇમરાન ચૌહાણ, ઉમરભાઇ ઝેડા,રેશ્મા બેન કટીયા,ફાતીમા બહેન કટીયા, રુતવિકા ચૌહાણ, સાહિર સોલંકી વિગેરે એ જહેમત ઉઠાવી હતી.