હાફીઝ સઈદે ધમકી આપી હતી, ‘મોદી કાશ્મીરમાંથી લશ્કર હટાવે, નહિતર...’February 15, 2019

મુંબઇ: જમ્મૂ-કાશ્મીરના પુલવામમાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 44 જવાનો શહીદ થયા છે. આ દર્દનાક હુમલાન તાર ફરી એકવાર દુશ્મન અને પાડોશી દેશ એવા પાકિસ્તાન સાથે જોડાતા જણાય છે. આ હુમલાની જવાબદારી જૈશ એ મોહમ્મદ નામના આતંકી સંગઠને લીધી છે. પણ આ હુમલા સાથે જમાત-ઉદ-દાવાના પ્રમુખ હાફીઝ સઈદનું નામ પણ જોડાઈ રહ્યું છે. મુંબઈ હુમલના માસ્ટર માઈંડ હાફીઝ સઈદે હુમલા પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખુલી ધમકી આપી હોવાનું બહાર આવ્યું છે. પુલવામાં આજે થયેલા આતંકી હુમલા પહેલા ગત 5મી ફેબ્રુઆરીએ જ પાકિસ્તાનના કરાંચીમાં જૈશ-એ-મોહમ્મદની રેલી યોજાઈ હતી. આ રેલીમાં જૈશ-એ-મોહમ્મદની રેલીમાં સંસદ પરના હુમલાના માસ્ટર માઈંડ અફઝલ ગુરૂના નામે આત્મઘાતી ટીમ તૈયાર કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ રેલીમાં એવી પણ જાહેરાત કરવામાં આવી હતી કે જૈશ-એ-મોહમ્મદ આવા આત્મઘાતી હુમલાખોરોની 7 ટીમ ભારતના જુદા જુદા શહેરોમાં રવાના કરી ચુક્યું છે.
આ રેલી દરમિયાન એક મહત્વની ઘટના ઘટી હતી. રેલીમાં પાકિસ્તાનના આતંકવાદી હાફીઝ સઈદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખુલ્લી ધમકી આપતા કહ્યું હતું કે, મોદી પોતાનું સૈન્ય લીની કાશ્મીરમાંથી નિકળી જાય. અને જો તે તેમ નહીં કરે તો તેમણે ઘણું બધું છોડવાનો વારો આવશે. સઈદની આ ધમકી બાદ કાશ્મીરમાં ભિષણ હુમલો થયો. જેમાં સીઆરપીએફના 44થી વધારે જવાનો શહીદ થયા હતા.