મહુવાના વાગર ગામે મેજીકે હડફેટે લેતા પિતા-પુત્રીનું ઘટનાસ્થળે મોતFebruary 26, 2019

 ત્રણ શખ્સોનો ખેડૂત ઉપર પાઈપ વડે હુમલો
અમરેલી તા.26
મહુવાના વાગર ગામ પાસે રોડ ઉપર ઉભેલા પરિવારને મેજીકે હડફેટે લેતા પિતા-પુત્રીના મોત નિપજયા હતા. બનાવની જાણવા મુજબ મહુવામાં રહેતાં નિકુંજભાઈ નટુભાઈ બાંભણીયા તેમના પત્નિ પૂનમબેન, પુત્રી સાધના અને પુત્ર દર્શન વિકટર ગામે લગ્ન પ્રસંગે હાજરી આપવા ગયા હતા.
મહુવા તરફ પરત જઈ રહૃાા હતા ત્યારે વાંગર ગામ નજીક પાનની દુકાને પાનખાવા ઉભા હતા ત્યારે રાજુલા તરફથીપુરપાટ ઝડપે આવી રહેલ મેજીક વાનનાં ચાલકે ધડાકાભેર તમામને અડફેટે લેતા સાધના (ઉ.વ. 18)ને ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટના સ્થળે મોત નિપજયું હતું.
જયારે નિકુંજભાઈને સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડાતા તેમનું સારવારમાં મોત આ ઉપરાંત પુનમબેન અને દર્શનને પણ ઈજાઓ થતાં તેમને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયા હતા. આ અંગે માધાભાઈ બચુભાઈ બાંભણીયા મેજીકવાનનાં ચાલક સામે મહુવા પોલીસમાં ગુનો નોંધાયો.
ખેડૂત ઉપર હુમલો
સાવરકુંડલા તાલુકાનાં લીખાળા ગામે રહેતાં અને ખેતીકામ કરતાં જેન્તીભાઈ ગોરધનભાઈ જીયાણી નામનાં 3પ વર્ષિય ખેડૂતે પોતાની વાડી રૂા.પ00નાં ફુટના લેખે ગાળવા આપેલ હોય, જેથી ગઈકાલે રાત્રે તે જ ગામે રહેતાં સંજય નરસિંહભાઈ વાઘેલા, ભરત નરસિંહભાઈ વાઘેલા તથા છગન ગોવિંદભાઈ વાળાએ આ ખેડૂતનાં ઘરે આવી પૈસા માંગતાં ખેડૂતે કાલે માપ કરી પૈસા આપીશ
તેમ કહેતાં આ ત્રણેય ઈસમોએ ઉશ્કેરાઈ જઈ લોખંડનાં પાઈપ વડે માર માર્યાની ફરિયાદ સાવરકુંડલા રૂરલ પોલીસમાં નોંધાઈ છે.
ફેક્ટરીમાંથી વાયરની ચોરી
જાફરાબાદ તાલુકાનાં બાબરકોટ વિસ્તારમાં આવેલ નર્મદા સિમેન્ટ ફેકટરીનાં કમ્પાઉન્ડમાંથી ગત તા.18/ર નાં રાત્રીનાં સમયે કમ્પાઉન્ડમાંરાખેલ ડ્રમ ઈલેકટ્રીક વાયર આશરે 4ર3 કિંમત રૂા.ર0,ર00નો કોઈ અજાણ્યા ઈસમ ચોરી કરી લઈ ગયાની ફરિયાદ જાફરાબાદ મરીન પોલીસમાં નોંધાતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.