અઢી વર્ષના બાળકનો શિકાર કરતો દિપડોFebruary 26, 2019

ચલાલાના ગોપાલગ્રામના મફતપરામાં સમીસાંજે દિપડો ત્રાટક્યો: ઝુપડામાં સુતેલા બાળકને ઉઠાવી ફાડી ખાધો
અમરેલી તા.26
અમરેલી જિલ્લાના ગીરકાંઠા વિસ્તારમાં છાસવારે વન્ય પ્રાણીઓ દ્વારા માનવજીવ ઉપર હુમલો થતા હોય છે. તેમાં ખાસ કરીને વન્ય પ્રાણી દિપડાઓ ગીર કાંઠાના ગામની સીમમાં વસતા ખેત મજુરો અને તેમના પરીવારના લોકોનો શિકાર કરતા હોય છે. પરંતુ ચલાલા નજીક આવેલ ગોપાલગ્રામ ગામમાં આવેલ મફતપરા વિસ્તારમાં રહેતા પરિવારના અઢી વર્ષના બાળકને સમીસાંજના સમયે દિપડો ઉઠાવી જઇ બાળકનો શિકાર કરી નાંખવાની ઘટના બનતા ચલાલા પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ લખાય છે ત્યારે વન વિભાગ તથા પોલીસ ઘટના સ્થળે દોડી જઇ બાળકોને ફાડી ખાનાર દિપડાની શોધખોળ આદરી છે.
આ બનાવમાં જાણવા મળતી વિગત મુજબ ધારી તાલુકાના ગોપાલગ્રામ ગામે આવેલ મફતપરા વિસ્તારમાં રહેતા અને મજુરીકામ કરતા કિશોરભાઇ મનસુખભાઇ વાઘેલા તથા તેમના પરીવાર ગઇકાલે રાત્રીના 9 વાગ્યા આસપાસ જમી અને પોતાના ઝુંપડામાં સુતા હતા ત્યારે બીલ્લી પગે એક કદાવર દીપડાએ આવી ત્યાં સુતેલા આશરે અઢી વર્ષના એભલ કિશોરભાઇ વાઘેલા નામના બાળકને મોં વડે પકડી લઇ દીપડો નાશવા લાગ્યો હતો. પરંતુ બાળકની રાડારાડથી આ કિશોરભાઇ તથા તેમનો પરીવાર જાગી જતા આખો પરીવાર પોતાના વ્હાલસોયા પુત્રને બચાવવા માટે આ
(અનુસંધાન પાના નં. 8)
બાળકના દાદા સહીતના લોકો દીપડાની પાછળ દોડી ગયા હતા. પરંતુ દીપડાએ અંધારાનો લાભ લઇ નાશી છુટ્યો હતો.
આ બનાવ અંગેની જાણ ગોપાલગ્રામના લોકોને થતા લોકોએ વન વિભાગ અને પોલીસ વિભાગને કરવામાં આવતા આ દીપડાની તથા બાળકની લોકોએ અંધારામાં શોધ ચલાવી હતી. ત્યારે મોડી રાત્રીના સમયે આ માનવભક્ષી દીપડો ગોપાલગ્રામથી માણાવાવ ગામ તરફ જતા માર્ગ ઉપર આવેલ એક વાડીમાં જયા જારનું વાવેતર કરેલ હોયત્યાં હોવાની જાણમા: આવતા લોકોએ દીપડાને ભગાડ્યો હતો.
પરંતુ આ દીપડાએ અઢી વર્ષના બાળકનું અરધા ઉપરાતનું મોં ખાઇ જતા આ બાળકનું મૃત્યું નિપજયું હતું. આ ઘટનાની જાણ થતા આજુબાજુના લોકોમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. આ લખાય છે ત્યારે વન વિભાગ દ્વારા આ માનવભક્ષી દીપડાની શોધખોળ આદરી છે. અને દીપડાને પીંજરે પુરવાની મથામણ શરુ કરી દીધાનું જાણવા મળેલ છે.