સુજલામ-સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરાવતા CMFebruary 23, 2019

 4238 તળાવો-ચેકડેમો ઊંડા ઉતારવા 60 ટકા ખર્ચ સરકાર ; 40 ટકા લોક ભાગીદારી
 5000થી વધુ જેસીબી-હિટાચી મશીનો કામે લાગશે; 18000 ટ્રે્રક્ટર-ડમ્પરોનો ઉપયોગ કરાશે
સુરેન્દ્રનગર તા,23
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ સુજલામ સુફલામ જળ અભિયાન નો રાજ્યવ્યાપી પ્રારંભ પાંચાળ ભૂમિ સુરેન્દ્રનગર થી કરાવ્યો છે. જળ ક્રાંતિ નું આ અભિયાન સૌરાષ્ટ્ર કચ્છ સહિત સુરેન્દ્રનગર ના સમગ્ર વિસ્તાર ને તૃપ્ત કરશે અને ખેતી માટે પીવા માટે પાણી મળી રહેશે તેવો વિશ્વાસ પણ તેમણે દર્શાવ્યો હતો. આ વર્ષે સમગ્ર રાજ્ય માં આ જળ અભિયાન લોક ભાગીદારી થી મિશન મોડ માં ઉપાડીને જળ સંકટ દૂર કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.
વિજય ભાઈ રૂપાણી એ આ અભિયાન થી ગુજરાત ને સાચા અર્થ માં સુજલામ સુફલામ મલયજ શિતલામ બનશે એમ પણ ઉમેર્યું હતું.
સુજલામ સુફલામ ના આ અભિયાન ની મુખ્ય વિશેષતાઆ સમગ્ર રાજ્યમાં કુલ આશરે 13834 કામો રૂ. 33009 લાખના ખર્ચે હાથ ધરવાનુ આયોજન છે. જેનાથી આશરે 14000 લાખ ઘન ફૂટ જથ્થાનો જળ સંગ્રહ શક્તિમાં વધારો થશે. લોકભાગીદારીથી આશરે 3524 તળાવો/ચેકડેમો/જળાશયો ઉંડા ઉતારવા/ ડીસિલ્ટીંગની કામગીરી કરવામાં આવશે.
લોકભાગીદારીથી હાથ ધરવાના કામો માટે માટી/મુરમના ખોદાણના ભાવ રૂ. 30=00 પ્રતિ ઘનમીટર નક્કી કરવામાં આવેલ છે. જેમાંથી 60% રકમ સરકારશ્રી તથા 40% રકમ સ્વૈચ્છિક સંસ્થાઓ/દાતાઓ દ્વારા ભોગવવામાં આવે તે મુજબનું આયોજન કરવામાં આવેલ છે.
મનરેગા યોજના હેઠળ 4238 તળાવો અને ચેકડેમો ઉંડા કરવા અને પરંપરાગત જળસ્ત્રોતોના નવીનીકરણ કરવાના કામો, માટીપાળા, ખેતતલાવડી જેવા કામો હાથ ધરવામાં આવશેે. રાજયમાં આશરે 184 નવા તળાવો બનાવવાનુ આયોજન છેે. અભિયાન હેઠળ જ્યાં સરકારી ખરાબાની જમીન ઉપલબ્ધ હોય ત્યાં પાણીના આવરા બાબતની ખરાઇ કરી તળાવ માટેની જમીન માટે 7/12માં તબદિલ કરવાની કામગીરી પૂર્ણ કરી જીલ્લાવાર નવા તળાવોનું બાંધકામકરવાનું આયોજન કરવામાં આવેલ છે.
હયાત તળાવોના વેસ્ટવિયરની મરામતના 220 કામો તથા ચેકડેમ મરામતના 1104 કામો વિભાગીય રીતે હાથ ધરવાનું આયોજન છેે
નર્મદા તેમજ અન્ય સિંચાઇ યોજનાઓના નહેર નેટવર્કની આશરે 1700 કિ.મી. લંબાઇની નહેરોમાં સાફ સફાઇ તેમજ 740 કિ.મી. લંબાઇની કાંસની સફાઇની કામગીરી હાથ ધરવામાં આવશે રાજ્યની જુદી જુદી નદીઓને મનરેગા યોજના હેઠળ પુન: જીવીત કરવાની કામગીરી શહેરી વિસ્તારોમાં તમામ મહાનગરપાલિકા તથા નગરપાલિકાઓમાં રેઇન વોટર હાર્વેસ્ટીંગ તેમજ નદીઓ-તળાવોમાં આવતુ પ્રદુષિત પાણી અટકાવવાની કામગીરી તથા તળાવ ચેકડેમ ડી-સીલ્ટીંગ વગેરે મળીને કુલ 651 કામો હાથ ધરવાનુ આયોજન છે. નદી કાંઠાઓ પર વૃક્ષારોપણની કામગીરી, વન વિસ્તારમાં ચેકડેમ/વનતલાવડી/ક્ધટુર ટ્રેન્ચ/ચેકડેમ રીપેરીંગ/ ચકડેમ ડી-સીલ્ટીંગ/તળાવ ઉંડા કરવા વગેરે મળીને કુલ 1070 કામો હાથ ધરવાનુ આયોજન છે. આ તમામ કામગીરી માટે આશરે 5000 થી વધુ જેસીબી/ હિટાચી/ પોકલેન તથા 18000 થી વધુ ટ્રેક્ટર/ ડમ્પરનો ઉપયોગ થનાર છે.