લગ્નનાં રાસ ગરબામાં ફાયરિંગથી બાળકને ઇજાFebruary 22, 2019

વઢવાણ તા.22
રાજ્ય સરકાર દ્વારા લગ્ન અને જાહેર પ્રસંગોએ ફાયરીંગ પર પ્રતિબંધ મુકાયા છતા ગઇકાલે સાયલા ઇશ્ર્વરીયા ગામે લગ્નનાં રાસગરબામાં અજાણ્યા શખ્સ દ્વારા
ધડાધડ ફાયરીંગ થતાં માસુમ બાળકને ગોળી વાગી જતાં
ઇજાઓ પહોંચી હતી. બાળકની રાજકોટમાં સારવાર ચાલી રહી છે અને પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
સાયલાના ઇશ્ર્વરીયા ગામે લગ્નમાં રાસગરબા ચાલતા હતા ત્યારે અજાણ્યા શખ્સે ફાયરીંગ કરતા 13 વર્ષના બાળકને ઇજા થતા
રાજકોટ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
બનાવની વિગત મુજબ સાયલાના ઇશ્ર્વરીયા ગામે રબારી પરીવારમાં લગ્ન હતા. રાત્રીના સમયે રાસ ગરબાની રમઝટ ચાલતી હતી ત્યારે અજાણ્યો શખ્સ રાસગરબા જોવા આવ્યો અને અચાનક ફાયરીંગ કરતા 13 વર્ષના ગોપાલ સુરા રબારી નામના બાળકને પેટના ડાબા ભાગે ગોળી વાગતા ઇજા થતા તેને તાત્કાલીક રાજકોટ સારવાર અર્થે લઇ જવાયેલ.
આ બનાવ અંગે કરમશીભાઇ લાખાભાઇ રબારીએ તુરત જ સાયલા પોલીસને જાણ કરતા સાયલા પોલીસ ઇશ્ર્વરીયા દોડી જઇ અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરેલ છે.