PSI રોબો કોપ સેલ્યુટ્સ યુ, સર..!February 22, 2019

કેરળના મુખ્યમંત્રી પિનરઈ વિજયને મંળગવારે દેશના પહેલા હ્યુમનોઈડ રોબોટ કોપ-કેપી બોટનું ઉદ્ધાટન કર્યું. કેપી બોટ પોલીસ હેડકવાટરની ફ્રંટ ઓફિસની બહાર ડયૂટી કરશે. સબ-ઈન્સ્પેકટરનો રેન્ક આપવામાં આવ્યો છે. આ ભારતનો પ્રથમ અને દુનિયાનો ચોથો હ્યુમનોઈડ રોબોટ છે. આ રોબોટનું મુખ્ય કામ ડેટા એકત્ર કરવાનું અને પર્ફોર્સંસ વધારે સારું કરાવવાનું છે. એક પોલીસકર્મીનું હ્યુમનોઈડ વર્ઝન આ રોબોટ કોઈ પોલીસકર્મીની જગ્યા નહીં લે. આ હેડકવાર્ટરમાં આવતાં લોકોનું સ્વાગત કરશે અને તેમની જરૂર મુજબ અલગ-અલગ જગ્યાનો બતાવશે. આ રોબોટનો ઉપયોગ ફર્સ્ટ કોન્ટેકટ પોઈન્ટ તરીકે કરાશે. રોબોટની મદદથી ડેટા કલેકટ કરાશે જેથી ઓવરઓલ કવોલિટી અને પર્ફોર્મંસ સુધારી શકાય. કેરળના સીએમે રોબોટના ઉદ્ધાટન બાદ કહ્યું, "પોલીસિંગમાં ટેકનોલોજી સામેલ કરવા મામલે કેરળ ભારતીય રાજયોમાં નેતૃત્વ કરી રહ્યું છે. કેરળ પોલીસ હ્યુમનોઈડ રોબોટ લાવીને ઈતિહાસ રચશે. આ હ્યુમનોઈડ રોબોટનું નામ કેપી-બોટ છે.