ઘૂસણખોર પાકિસ્તાનીને સાડાત્રણ વર્ષની જેલFebruary 22, 2019

ભુજ : વીઘાકોટ પાસેથી બીએસએફ દ્વારા પાકિસ્તાની ઘુસણખોરને ઝડપી પાડવામાં આવ્યો હતો. જેને નરા પોલીસને હવાલે કરાતા દયાપર કોર્ટમાં ચાલેલા કેસમાં પાક. ઘુસણખોરને ત્રણવર્ષ છ માસ અને વીસ દિવસની સજા ફટકારવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ વીઘાકોટ પાસેથી ગત એપ્રીલ ર018 માં બીએસએફે પાકિસ્તાની ઘુષણખોર મહોમદ અકિલ (રહે. અકકીલકકીગોર. જીલ્લાબદીન, સિધ પ્રાત પાકીસ્તા)ને ઝડપી પાડયોહતો. ઝડપાયેલા પાકિસ્તાની ઘુસણખોર પાસેથી 100 રૂપીયાની પાકિસ્તાની ચલણી નોટો મળી આવી હતી. વગર પાસ પરમીટ વિના ભારતમાં ઘુસેલા પાકિસ્તાની શખ્સ વિરૂધ્ધ ગત તા.ર7-4-ર018 ના નરા પોલીસ મથકે ગુન્હો નોધાયો હતો.
જે અંતર્ગત દયાપર કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ થયા બાદ કેસ ચાલ્યો હતો. જેમાં દયાપરની કોર્ટે આરોપી મહોમદઅલી મહોમદ અકીલને આઈપીઆરની કલમ 3/6 હેઠળ ત્રણ માસની સજા તેમજ રૂા.પ00 નો દંડ અને જો દંડ ભરવામા ન આવે તો વધુ ર0 દિવસની સજા ઉપરાંત ફોરેનર્સ એકટની કલમ 14/એબી હેઠળ તકસીરવાન ઠેરવીને ત્રણવર્ષ કેદની સજા અને રૂા.10,000 નો દંડ ફટકાર્યો હતો. જો દંડની રકમ ભરપાઈ કરવામા ન આવે તો વધુ છ માસ કેદની સજા ફટકારી હતી.