મૃત સિંહના નખ લાપતા પ્રકરણમાં વન વિભાગ દ્વારા તપાસનો ધમધમાટFebruary 21, 2019

અમરેલી : ધારી ગીર પૂર્વના ખાંભા તુલસીશ્યામ રેન્જના કોઠારીયા રાઉન્ડમાં નાનદીવેલા વિસ્તારમાં આજ થી છ દિવસ પહેલા વન વિભાગને કોહવાયેલી હાલત માં 9 વર્ષના સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો જે એટલી હદે કોહવાયેલ હતો કે વન વિભાગને આ સિંહના અવશેષો ભેગા કરવા પડ્યા હતા અને સિંહના નખ માત્ર ચાર મળી અવેલ હતા અને બાકિના 14 નખ નથી મળી આવ્યા ત્યારે વન વિભાગ દ્વારા તપાસ નો ધમધમાટ તેજ કરી દેવામાં આવ્યો છે અને બે દિવસ પહેલા વન વિભાગે ગાર્ડ ફોરેસ્ટર ના ખુલાસા માગ્યા હતા અને નોટિસ પાઠવી હતી અને સિંહના 14 નખ લાપતા હોવાથી બે દિવસ પહેલા જ વન વિભાગે એફ આર ઓ છોડ્યો હતો ત્યારે હંમેશા વન વિભાગ સિંહના મોત બાબતે ઢાંક પીછોળો કરતું આવતું હોય અને વન વિભાગ એ જણાવ્યું હતું કે સિંહનું મોત કુદરતી રીતે થયું છે અને સિંહના ચાર પાંચ નખ મળી આવ્યા છે અને આ ઘટના જંગલ વિસ્તાર માં બની હોવાથી સિંહના નખ કોઈ લય ગયા હોય કે ખોવાય ગયા હોય એવું કંઈ છે નહીં અને જંગલી પ્રાણી ઝરખ, નોરિયો, ઘરખોડયું લાય ગયું હોવાનો ઉડાઉ જવાબ આપ્યો હતો સ્થાનિક સ્ટાફ દ્વારા સ્કેનિગ ચાલુ કરવામાં
આવેલ છે.
ખાંભા તુલસીશ્યામ રેન્જના કોઠારીયા રાઉન્ડના નાનદીવેલા વિસ્તાર માં કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યાના છ દિવસ વીતવા છતાં વન વિભાગને મુતસિંહના 14 નખ હાથ લાગ્યા નથી ત્યારે વન વિભાગે અરસ પરસના વિસ્તાર માં ચાર દિવસથી સ્કેનિગ કરવામાં આવ્યું છે અને આસ પાસ ના ખેડૂત અને માલધારીઓની વન વિભાગ દ્વારા સંઘન પૂછપરછ કરી છે તેમ છતાં આ નખ નો વન વિભાગ પતો લાગેલ ન હતો. જૂનાગઢ સી સી એફ વસાવડા એ જણાવ્યું હતું કે આજે ઘટના સ્થળ ખાંભા તુલસીશ્યામ રેન્જના કોઠારીયા રાઉન્ડની મુલાકાત લીધી હતી.
અને જેમાં સિંહના18 માંથી 14 નખ લાપતા હોય અને હાલ તપાસ ચાલુ છે અને જે કોઈ દોષિત હશે તેમની સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે.