એટેકપરએટેક્સFebruary 21, 2019

‘ગુજરાત મિરર’દ્વારા પ્રયોગ કરીને ‘પાકિસ્તાન’ શબ્દને તોડી
‘ફાટી’ સ્તાન શબ્દનો યુઝ થયો છે. વાચકોએ આ પ્રયોગ વધાવી
લીધો છે. હવે ‘ગુજરાત મિરર’ વાચકોને જ ઈજન આપે છે કે આપના મગજમાં પણ આવા શબ્દો ઘુરતા હોય તો ‘ગુજરાત મિરર’નો મોકલી આપો... જેમકે ‘ભિખ્ખુ’સ્તાન, ‘માગી’સ્તાન, ‘ભાગી’સ્તાન, ‘ઢોંગી’સ્તાન, ‘નમી’સ્તાન, ‘ચોરી’સ્તાન, ‘લુખ્ખી’સ્તાન
વગેરે વગેરે. મિરરનાં વોટ્સએપ નંબર 89800 52020 પર માત્ર શબ્દ જ ટાઈપ કરીને મોકલો. પસંદગીનો શબ્દ ‘ગુજરાત મિરર’ ન્યૂઝના હેડિંગમાં ઉપયોગ કરશે પુલવામા એટેકને અડવાડીયું પૂરું થયું. વીર શહીદોને અશ્રુભરી અંતિમવિદાય અપાઈ ગઇ અને કેટલાંક નેતાઓએ લલકાર કર્યો તો કેટલાંકે મગરતના આંસુ સારી લીધા. જોકે ‘પોસ્ટ એટેક’ હલચલ પ્રવર્તમાન જ છે. વેપાર-ઉદ્યોગ ક્ષેત્રથી માંડીને ઈન્ટરનેશનલ ડિપ્લોમસી મુદ્દે પણ પાકિસ્તાનમાં ઘેરા પડઘા પડવાનું હજુ તો શરૂ થયું છે, તો રાજકોટ સહિત સમગ્ર ભારતની પ્રજામાં તો એવો રોષ ભભૂકે છે, જે કદાચ કદી’ શમવાનો નથી. સ્થાનિકથી લઇને રાષ્ટ્રસ્તરે શું આવી રહ્યા છે પ્રત્યાઘાત? એક ઝલક...
 ક્ધસેપ્ટ
પ્રકાશ પરમાર, ભાવના દોશી, ચાર્મી દેશવાસીઓનો રોષ સમજી શકાય એવો છે : ટઈ
પુલવામાં એટેકમાં સરકાર યોગ્ય રીતે પગલા લઈ રહી છે. એક સામાન્ય નાગરિક તરીકે લોકો અલગ વિચારેએ સમજી શકાય, તો વળી વિશ્ર્વ સ્તરે રાષ્ટ્રનું હિત જોઈને પગલાં લેવા જરૂરી છે. હાલ યુનિવર્સિટીમાં પણ બીજા સ્ટેટના વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે ત્યારે કોણ છે, કઈ પ્રવૃત્તિ કરે છે ? તે વિચારવાને કોઈ અવકાશ નથી. અત્યારે કટોકટીની પરિસ્થિતિમાં પ્રત્યેક નાગરિકે એકતા અખંડિતતા દર્શાવી રાષ્ટ્ર માટે પોતાની ભૂમિકા ભજવવી જોઈએ. સંરક્ષણ ક્ષેત્રે વધુ સ્ટ્રોંગ બનવું જરૂરી : શુભમ અંબાણી
આજે આપણો દેશ આધુનિકતાના પરિપ્રક્ષ્યમાં ખુબ આગળ વધી ગયો છે. આમ છતાં સંરક્ષણ ક્ષેત્રે સ્ટ્રોંગ થવાની જરૂર છે. પુલવામા એટેક બાદ લોકો યુધ્ધની માગણી કરી રહ્યા છે પરંતુ અંધાધુંધમાં ઉતાવળે કોઈ નિર્ણય લઈ શકાય નહીં. સરકાર એની રીતે પગલા લે જ છે અને તે યોગ્ય જ છે પરંતુ દરેક વખતે દરેક બાબત જાહેર કરવી યોગ્ય નથી. કાશ્મીરી યુવાનોને લાગણીશીલ બનાવી, ઉશ્કેરીને આતંકવાદમાં જોડાઈ રહ્યા છે. રાષ્ટ્રહિતમાં સરકાર જે કરે તેમાં ઇઅઙજનો સાથ : અપૂર્વમૂનિ
જમ્મુ કાશ્મીર પુલવામાના હુમલામાં જે જવાનો શહીદ થયા છે તેને સમગ્ર દેશ મદદરૂપ થઈ રહ્યો છે ત્યારે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાએ 1 કરોડ રૂપિયા શહીદોના પરિવારજનોની સુખાકારી માટે અર્પણ કર્યા છે. બીએપીએસ સંસ્થા દેશના હિતમાં જે નિર્ણય લેવામાં આવે તેને હંમેશા સાથ આપશે. સરકારની સાથે જ બીએપીએસ સંસ્થા છે સત્વરે પરિસ્થિતિથી સામાન્ય થાય એવી પ્રાર્થના.
 નીતિન પેથાણી (કુલપતિ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી)