શેરબજારમાં તેજીનો દૌર: સેન્સેક્સ વધુ 130 પોઈન્ટ વધ્યોFebruary 21, 2019

રાજકોટ, તા.21
ગુરુવારે શેરબજારમાં સામાન્ય ઘટાડા સાથે ખુલ્યુ હતું. સવારે 9 કલાક 20 મિનિટે બોમ્બે સ્ટોક એકસચેન્જ સેન્સેક્સમાં 19.91 (0.06%) ઘટાડા થતા 35,736.35 અને નેશનલ સ્ટોક એકસચેન્જની નિફ્ટી 4.50 (0.04%) ઘટાડા સાથે 10,730.95 પર કારોબાર કરી રહ્યા છે. નિફ્ટીના 50 શેરોમાં 28 લીલા નીશાન પર અને 22 લાલ નીશાન પર કારોબાર કરી રહ્યા હતા.
બુધવારે આખા દિવસનો કારોબાર પૂર્ણ થયો ત્યારે સેન્સેક્સમાં 403 પોઈન્ટની તેજી સાથે 35,756 પર અને નિફ્ટી 131 પોઈન્ટની તેજી સાથે 10,735 પર કારોબાર કરી બંધ થયો હતો.
સેન્સેક્સના ઓએનજીસી, આઈસીઆઈસીઆઈ બેન્ક, સનફાર્મા, હિન્દુસ્તાન યૂનિલિવર અને એલટી શેરોમાં તેજી જોવા મળી હતી. ભારતી એરટેલ અને યસબેન્ક એચસીએલ ટેક શેરોમાં કડાકો નોંધાયો હતો.
રૂપિયાએ આજે મજબૂતાઈ સાથે શરૂઆત કરી હતી. ડોલર સામે રૂપિયો 4 પૈસાના વધારા સાથે 71.07ના સ્તર પર ખુલ્યો હતો. ડોલર સામે રૂપિયો ગઈ કાલે 23 પૈસા સુધર્યો હતો અને 71.11ના સ્તર પર બંધ થયો હતો.
બપોરે 2.55 વાગ્યે સેન્સેક્સ 130 પોઈન્ટ ઉછળીને 35886 તેમજ નિફ્ટી 48 અંક ઉપરમાં 10783 પર ટ્રેડ કરી રહ્યા હતા.