અમદાવાદ-મુંબઈ હાઈ-વે ઉપર વિસ્ફોટ મુંબઈ-રાયગઢ બસમાંથી મળ્યા વિસ્ફોટકોFebruary 21, 2019

 રાયગઢ જતી બસમાંથી મોટી માત્રામાં ઈંઊઉ મળતા અફરા-તફરી: સમગ્ર વિસ્તાર કોર્ડન કરાયો
મુંબઈ તા.21
પુલવામા આતંકી હુમલા બાદ મહારાષ્ટ્રમાં આજે બે ઘટનાઆનાં કારણે એલર્ટ કરાયું છે. અમદાવાદ-મુંબઈ હાઈવે પર દહીંસર નજીક એક શોપિંગ મોલમાં ઓછી તીવ્રતાનો વિસ્ફોટ થતા બીડીડીએસની ટીમે મોરચો સંભાળી વધુ વિસ્ફોટક પદાર્થ, ધાતુુનાં બોલ અને પ્લાસ્ટિકની બોટલો સહિતનો મુદ્દામાલ કબજે કર્યા હતો.

જયારે બીજા બનાવમાં મુંબઈથી રાયગઢ જતી એક બસમાંથી પણ મોટા પ્રમાણમાં આઈ.ઈ.ડી. વિસ્ફોટક મળી આવતા સમગ્ર વિસ્તરને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. પોલીસ, ડોગ સ્કવોડ, બોમ્બ સ્કવોડ સહિતની ટીમોએ તપાસ હાથ ધરી છે. મુંબઈ સહિત મહારાષ્ટ્ર એલર્ટ કરાયું છે.
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર એ સમયે અફરાતફરી મચી ગઈ જયારે ત્યાં એક વિસ્ફોટ થયો. જોકે, આ વિસ્ફોટની તીવ્રતા ઘણી ઓછી હતી. પોલીસના જણાવ્યા મુજબ, દહીંસરમાં ઠાકુર મોલની સામે સવારે લગભગ 10 કલાકે રસ્તા પર એક સફેદ રંગના પદાર્થમાં આ વિસ્ફોટ થયો હતો. સદનસીબે આ વિસ્ફોટમાં કોઈ જાનહાનિ નથી થઈ. વિસ્ફોટ બાદ પોલીસે તપાસ માટે એક તરફનો રસ્તો બંધ કરી દીધો છે. પોલીસે ઘટનાસ્થળેથી વિસ્ફોટક, પ્લાસ્ટિકની બોટલ, નાના ધાતુના બોલ અને એક ફયુઝ વગેરે વસ્તુઓ કબ્જે લીધી છે.
બોંબ ડિટેકશન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ (બીડીડીએસ)ની ટીમ તપાસ માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હવે એ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે, શું વિસ્ફોટ આઈઈડીથી થયો છે કે કેમ, જેને લોકલ સ્તરે બનાવી શકાય હતો. વ્યસ્ત રસ્તા પર વિસ્ફોટ કરવાના પાછળ અરાજકતા ફેલાવવાનો અનેે કાયદો - વ્યવસ્થાને પડકારવાનો હેતુ હોઈ શકે છે.
મુંબઈ તરફ જઈ રહેલા એક બાઈકસવારે આ વિસ્ફોટનો અવાજ સાંભળ્યો અને તેણે પોલીસને જાણ કરી હતી. પોલીસે જણાવ્યું કે, ઘટનાસ્થળેથી મળેલી વસ્તુઓને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પુલવામાં હુમલા બાદ દેશભરમાં પોલીસને એલર્ટ કરી દેવાઈ છે. ત્યારે, દેશની આર્થિક રાજધાની મુંબઈમાં બનેલી આ ઘટનાને પોલીસ ઘણી ગંભીરતાથી લઈ રહી છે અને વિસ્ફોટ કરનારા આરોપી અને તેના હેતુ અંગે સધન તપાસ હાથ ધરવામાં આવી છે.