પાકવીમો નહી મળે તો કલેકટર કચેરીને તાળાબંધીFebruary 20, 2019

વઢવાણ, તા. 20
વઢવાણ તાલુકાના 3 ગામોના ખેડુતો દ્વારા કચેરીને તાળાબંધી કરવાની ચીમકીથી દોડધામ મચી હતી. ચાલુ વરસે અપુરતો વરસાદ તથા ખેડુતોની હાલત કફોડી બની છે વઢવાણની ખારવા ગોમટા અને બલદારા ગામની ખેડુતોને હજુ સુધી પાક વિમાની રકમ નહિ મળતા ખેડુતોમાં રોષની લાગણી ફેલાઈ છે. આથી જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ કાન્તીભાઈ ટમાલીયાની આગેવાનીમાં મહાદેવભાઈ દલવાડી સુલેમાનભાઈ કુરેશી તેમજ સરપંચો દ્વારા રેલી સ્વરૂપે કલેકટર કચેરીએ જઈ વિમા કંપની દ્વારા ચુકવણી કરવામાં વિસંગતતા રાખીને ખેડુતોને અન્યાય કર્યો હોવાની રાવ કરી હતી.
આથી ખેડુતોને વળતર ચુકવવાની માંગ તેમજ ત્રણે ગામને જોડજતો રસ્તો તાત્કાલીક કરવા માંગણી કરાઈ છે. જો દિવસ 7 માં યોગ્ય કાર્યવાહી નહિ કરાય તો ઉગ્ર આંદોલન કરી તાળાબંધી કરવા સુધીની ચીમકી આપતા તંત્રમા દોડધામ મચી છે.