અમરેલીની 18 વર્ષની યુવતી મોડેલ બનવા ઘરેથી ભાગી અને...February 05, 2019

ગ્લેમરથી અંજાયેલા યુવાનો માટે આંખ ઉઘાડતો કિસ્સો
અમરેલી તા.5
મોડેલ બનવાનાં ચક્કરમાં ઘરેથી ભાગી ગયેલ યુવતીને વરાછા પોલીસે ફેસબુકની મદદથી શોધી કાઢી હતી. યુવતિ એક મહિના સુધી મોડેલનું કામ મેળવવા મુંબઈમાં ભટકતી હતી. પોલીસે ફિલ્મ પ્રોડયુસર ર્ેારા એડનું શુટીંગ કરવાના બહાને યુવતિને બોલાવી અને યુવતિ ભરાઈ ગઈ પોલીસનાં સકંજામાં. યુવતિનો કબ્જો તેના માતા-પિતાને સોંપ્યા બાદ યુવતિએ પણ ભારોભાર પસ્તાવો વ્યકત કર્યો હતો.
વરાછામાં રહેતા મહેશભાઈ (અહીં નામ બદલ્યુ છે) હીરાના કારખાનામાં નોકરી કરે છે. મૂળ અમરેલીનાં વતની મહેશભાઈને સંતાનમાં ર પુત્ર અને 1 પુત્રી છે. જેમાં 18 વર્ષિય યુવતિ પ્રિયા (અહીં નામ બદલ્યુ છે.) ગઈ તા. ર/1/19 ના રોજ ઘર છોડીને કયાંક ચાલી ગઈ હતી પરિવાર ર્ેારા ભારે શોધખોળ કરાઈ છતાં પ્રિયાનો કોઈ જ પતો લાગ્યો ન હતો એ દરમિયાન ઘરમાંથી પરિવારજનોને પ્રિયાએ લખેલી ચિઠીમળી આવી જેમાં ભભહું એકલી જાઉ છું, પૈસા ભેગા કરીને પાછી આવશભભ એવું લખ્યું હતું. જેથી પરિવારે કાપોદ્રા પોલીસને જાણ કરી હતી પી.એસ.આઈ. કડછાએ તપાસ શરૂ કરી પરંતુ પ્રિયાપોતાનો મોબાઈલ ઘરે છોડી ગઈ હોવાથી પોલીસને તપાસમાં મુશ્કેલી વધી હતી. તેમજ તેના મિત્રોની પુછપરછમાં પણ કોઈ કલુ મળ્યો ન હતો. પોલીસે પરિવારજનોની પુછપરછમાં પ્રિયાને મોડેલીંગ સ્ટાઈલમાં ફોટા પડાવવાનો શોખ હોવાની વિગતો જણાઈ આવ્યું હતું પ્રિયાનાં મોબાઈલમાં પણ મોડેલીંગ સ્ટાઈલમાં પડાવેલ અસંખ્ય ફોટા મળી આવ્યા હતા જેથી પોલીસેએ દિશા તરફ તપાસ શરૂ કરી. પ્રિયાએ પોતાના અધુરા નામથી કોડવર્ડમાં બનાવેલ ફેસબુક આઈડી પોલીસે શોધી કાઢયું. જેમાં પ્રિયાનો ફોટો પણ મળી આવ્યો હતો. પોલીસે ફસબુક ફ્રેન્ડ તરફે તપાસ કેન્દ્રિત કરતા સુરતમાં રહેતા ટીવી, ફિલ્મ એડ બનાવતા પ્રોડયુસર ફ્રેન્ડઝ ગૃપમાં હોવાથી શંકાના આધારે પોલીસે તેની પુછપરછ કરી હતી. પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરતા પ્રિયા થોડા દિવસો પહેલા તેનીપાસે કામ માટે આવી હોવાનું પ્રોડયુસરે જણાવ્યું હતું. મોડેલ બનવા ઘરેથી ભાગીનેઆવી હોવાનું પણ પ્રિયાએ આ પ્રોડયુસરને કહૃાું હતું. જેથી પોલીસનાં કહેવાથી પ્રોડયુસરે એડના શુટીંગ કરવાના બહાને સુરતના અલથાણ સ્થિત ઓફિસે બોલાવવા પોલીસે કહેલ.
શુટીંગની લાલચમાં પ્રોડયુસરને મળવા પહોંચેલી પ્રિયાના પોલીસને જોઈ હોંશ ઉડી ગયા હતા. પોલીસે પ્રિયાની વધુ પુછપરછ કરતા પ્રિયા ભાંગી પડી હતી અને એક મહિનાથી સુરત, મુંબઈ અને ગોવામાં મોડેલીંગના કામ માટે ભટકી હોવાનું રડતા ચહેરે પોલીસને જણાવ્યું હતું અને પસ્તાવોવ્યકત કર્યો હતો. પોલીસ પ્રિયાને લઈ તેના માતા-પિતાને સોંપી હતી. દિકરી હેમખેમ મળી આવતા પરિવારજનોને પણ હાશકારો થયો હતો આમ પોલીસની આ રીતની સતર્ક તપાસથી એક યુવતીનું મોડેલીંગના નામે અંધકારમાં ધકેલાતા જીવન બચી ગયું હતું.