વીજ પોલ પર ફાંસો બાંધી બેકાર રત્ન કલાકારનો આપઘાતFebruary 05, 2019

 છેલ્લા કેટલાક સમયથી કામ માટે અહીં-તહીં ભટકયા છતાં કામ નહીં મળતા યુવાને પગલું ભરી લેતા અરેરાટી
ભાવનગર તા.5
ભાવનગરમાં હિરાઘસુ યુવાને આર્થિક ભીંસથી કંટાળી વીજપોલ સાથે ફાંસો ખાઇ આત્મહત્યા વહોરી લીધી હતી.
જાણવા મળતી વિગત મુજબ શહેરનાં કુમારવાડા વિસ્તારમાં અક્ષર પાર્ક શેરી નં.12 માં રહેતા અને હિરા ઘસવાનું કામ કરતા રત્નકલાકાર બાબુભાઇ મફાભાઇ રાઠોડ (ઉ.વ.40) ને છેલ્લા થોડાક સમયથી યોગ્ય કામ ન મળતું હોય આર્થિક સંકડામણ અનુભવી રહ્યો હતો અને તેના ટેન્શનમાં તેને અક્ષર પાર્ક પાછળ આવેલ ખેતરની કેનાલમાં આવેલા ઇલેકટ્રીક પોલની લોખંડની એંગલ સાથે કપડુ બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત વહોરી લીધો હતો. આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. બેકારીના કારણે કમાનાર યુવાન ગુમાવી દેતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. ભાવનગરમાં બેકારીના કારણે સ્થિતિ કથળી હોવાની ચર્ચા છે.