નમણી નાજુક આંગળીઓનો નયનરમ્ય શણગાર, અવનવી આકર્ષક રીંગFebruary 05, 2019

સ્ત્રીઓના શણગારમાં હાથની સુંદરતા વધારતી વીંટી મહત્ત્વનું સ્થાન ધરાવે છે. હાથની આંગળીઓમાં પહેરાતી વીંટી સ્વસ્થ્યની દ્રષ્ટિએ પણ ફાયદાકારક છે. સોના, ચાંદી, કોપર, પ્લેટીનમ વગેરે ધાતુની વીંટીઓ મહિલાઓના સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર કરે છે. સગાઈ વખતે એકબીજાને પહેરાવવામાં આવતી એંગેજમેન્ટ રીંગ ડાબા હાથની આંગળીમાં પહેરાવાય છે. કારણ કે એ આંગળીની નસ સીધી હૃદય સુધી પહોંચે છે. લગ્ન સમયે એકબીજાને પહેરાવવામાં આવતી વેડિંગ રીંગનું દરેકના જીવનમાં અનેરું સ્થાન છે.
વીંટી એ એવો શણગાર છે કે જે ટીનએજથી લઈને દરેક ઉંમરની સ્ત્રીઓ કરે છે. ટીનએજમાં જુદી જુદી ડિઝાઈન મોર્ડન સ્ટાઈલના ફીંગરની કે પછી જ્યોમેટ્રિકલ શેઈપ પસંદ કરે છે. તો પરિણિત સ્ત્રીઓ રીઅલ ડાયમંડ ગોલ્ડ કે પછી ટ્રેડીશનલ ટાઈપની ડિઝાઈન પસંદ કરે છે. અત્યારે ફાઈવ ફીંગર રીંગનો પણ ટ્રેન્ડ છે. આ ઉપરાંત જયોતિષમાં માનતા લોકો જુદા રંગોના સ્ટોન, ગ્રહો વગેરે પણ પહેરે છે. તો વર્તમાન સમયમાં કાચબા વાળી વીંટી પહેરવાની ફેશન જયોતિષ તેમજ વાસ્તુની દ્રષ્ટિએ લાભ આપે છે તેવી માન્યતા છે.
ફકત આંગળી જ નહીં પરંતુ અંગુઠામાં પહેરવાની થમ્બ રીંગ પણ હાથની સુંદરતામાં વધારો કરે છે. આમ હાથની આંગળીઓમાં પહેરાતી નાનકડી વીંટી પણ સમગ્ર દેખાવમાં વધારો કરે છે. હાથની આંગળીઓની સુંદરતા વધારતી વીંટીઓમાં અસંખ્ય વેરાયટી ઉપલબ્ધ છે. જેમાં સીંગલ ફીંગર રીંગથી લઈને ફાઈવ ફીંગર રીંગનો સમાવેશ થાય છે નવા ટ્રેન્ડની કોકટેલ ફીંગર રીંગ, નેલ આર્ટ રીંગ, ટ્રીપલ ફીંગર રીંગ તેમજ ટ્રેડીશનલ રીંગ ટીનએજથી લઈને દરેક ઉંમરની મહિલાઓમાં લોકપ્રિય છે એકસ્ટ્રા ઓર્ડિનરી લૂક આપતી લેઇટેસ્ટ ડિઝાઇન
* કોકટેલ ફીંગર રીંગ *
આ પ્રકારની રીંગ વેસ્ટર્ન આઉટ ફીટ સાથે વધુ પહેરવામાં આવે છે. બીગ એન્ડ બોલ્ડ સાઇઝની કોકટેલ રીંગ યંગ જનરેશન વધુ પસંદ કરે છે.
* નેલ આર્ટ રીંગ *
નખની જગ્યાએ પહેરવામાં આવતી આ રીંગ સુંદર અને આકર્ષક લાગે છે. જેમાં બ્લેક અને વ્હાઇટ શેડ સાથે ગોલ્ડન સિલ્વર શેડ પણ પ્રાપ્ય છે. આ રીંગ ઇન્ડિયન વેર તેમજ વેસ્ટર્ન આઉટફીટ માટે પરફેકટ છે.
* ટ્રીપલ ફીંગર રીંગ *
ટ્રીપલ ફીંગર રીંગ નામ પ્રમાણે એક સાથે ત્રણે આંગળીઓમાં પહેરી શકાય છે. તેમાં અલગ અલગ અનેક વેરાયટીઓ આવે છે જે આંગળીઓને વધુ સુંદર લૂક આપે છે આ જ રીતે ફોર ફીંગર રીંગ પણ પહેરી શકાય છે
* ચેન ફીંગર રીંગ *
આ પ્રકારની વીંટીમાં ચેનની મદદથી વીંટીઓ સાંકળી લેવામાં આવે છે અને લટકતી ચેન સુંદરતામાં વધારો કરે છે આ પ્રકારની રીંગ એક કરતા વધુ આંગળીઓમાં પહેરી શકાય છે જો કે આ રીંગ રેગ્યુલર પહેરવા કરતા પ્રસંગોપાત જ પહેરવામાં આવે છે.
* ફુલ ફીંગર રીંગ *
આ પ્રકારની રીંગ નામ પ્રમાણે આખી આંગળી ઢંકાય જાય તે રીતે પહેરવામાં આવે છે એક જ વીંટી સમગ્ર હાથની સુંદરતામાં વધારો કરે છે આ વીંટીમાં ક્યારેક નાની ચેઇન પણ જોવા મળે છે.