ભાવનગરના સોનગઢમાંથી દારૂની 776 બોટલ ઝડપાઇFebruary 04, 2019

 પોલીસે 2.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
ભાવનગર : ભાવનગરના સોનગઢ પો.સ્ટે.ના ઈન્ચાર્જ પોલીસ સબ ઈન્સ.શ્રી પી.આર.સોલંકી તથા સોનગઢ પોલીસ સ્ટાફ સાથે ઇંઈ જનકસિંહ ઝાલા ની બાતમી આઘારે સોનગઢ પાંચવડા રોડ પર આવેલ વાડીમા બાતમી હકીકત નાં આધારે રેઈડ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ બોટલ નંગ - 776 કિ.રૂ. 2,32,800/-નો મુદામાલ કબ્જે કરી આરોપી (1) પ્રદિપભાઈ ધરમશીભાઈ પરમાર રહે. સોનગઢ (2) બહાદુરસિંહ હરીસિંહ ગોહિલ રહે. પાંચવડા વાળા વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
આ કામગીરીમા પી.આર.સોલંકી વનરાજસિંહ ગોહિલ, પી.જી.ગોહિલ, હરીસિંહ ગોહિલ વિગેરે જોડાયેલ હતા.