જામનગરની વિવિધ બેંકોના ખાતામાંથી છેતરપીંડી કરનાર ઠગ ટોળકી જામનગર સાયબર સેલ પોલીસના સકંજામાFebruary 02, 2019

જામનગરમાં અલગ અલગ બેન્કમાં જુદા જુદા બેન્ક ખાતેદારોના નામનાં બનાવટી એટીએમ કાર્ડ બનાવી કુલ ૬ બેન્ક ખાતામાંથી ‚ા.પ લાખ પ૧ હજારની રકમ તફડાવી લેવા અંગે અલગ અલગ ત્રણ ફરીયાદો પોલીસ ચોપડે નોધાઈ છે. આ છેતરપીંડી કરનારી ઠગ ટોળકી પોલીસનાં સકંજામાં આવી ગઈ હોવાનું જાણવા મળે છે.
જામનગરનાં દિગ્વીજય પ્લોટમાં રહેતા અમીબેન અશ્ર્વીનભાઈ કનખરાના એસ બી આઈ બેન્ક ખાતામાંથી ગત તા.ર૮-૧-૧૯ ના રોજ સવારે બેન્ક એટીએમ કાર્ડનું ડુપ્લીકેશન કરીને કોઈ શખ્સોએ તેનાં બેન્ક ખાતામાંથી ર૦ હજારની રકમ ઉપાડી લીધી હતી.
આ ઉપરાંત અમરનાથ મહાદેવ મંદિર પાસે રહેતા પ્રવિણચંદ્ર રણછોડભાઈ મહેતાના એસ.બી.આઈ. બેન્ક ખાતામાથી ‚ા.૬૦ હજારની રકમ ગત તા.ર૧-૧ ના રોજ આ પધ્ધતીથી તફડાવી લેવામાં આવી હતી.
તેમજ હેમતભાઈ સુરેશભાઈ જોેષીનાં બેન્ક ખાતામાંથી ૪પ હજાર, અને પ્રવિણચંદ્ર નારણભાઈ પ્રજાપતિના બેન્ક ખાતામાંથી ‚ા.૧૬પ૦૦ ની રકમ ઉપાડી લેવામાં આવી હતી. આ ત્રણેય ગુના અંગે પ્રવિણચંદ્ર મહેતાએ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
આ ઉપરાંત મુળ અમૃતસરના અને હાલ દિગ્જામ સકર્લ પાસે રહેતાં અને એરફોર્સમાં ફરજ બજાવતાં અજયપાલસિંગ સુરજીતસિંગ વાલીયાનાં બેન્ક ખાતામાંથી પણ ઈલેકટ્રોનિકસ માધ્યમથી બેન્કનું ખોટુ ઈલેકટ્રોનીકસ રેકોર્ડ ઉભુ કરી ‚ા.૧ લાખ ર૦ હજાર તેમજ અન્ય એક બેન્ક ખાતામાંથી ‚ા.ર લાખ ૯૦ હજારની રોકડ રકમ ઉપાડી લેવામાં આવી હતી.
આમ અલગ અલગ છ બેન્ક ખાતામાંથી ‚ા. પ લાખ પ૧ હજારની રકમ ઉપાડી લેવામાં આવીહતી. આ ઠગ ટોળકી સુધી પહોચવામાં પોલીસને સફળતા સાંપડી છે. અને સાઈબર સેલ પોલીસ શાખાએ તપાસનો ધમધમાટ શ‚ કર્યો છે.