જામનગરમાંથી ડુપ્લિકેટ ડેબિટ કાર્ડનું કૌભાંડ ઝડપાયુંFebruary 02, 2019

ખઈઅ-ઇઈઅ જેવો ઉચ્ચ અભ્યાસ કરેલી ટોળકી કાર્ડનો ડેટા ચોરી પૈસા ઉપાડી લેતાં જામનગર તા,2
કેન્દ્ર સરકાર નોટબંધી બાદ કેશલેશ ટ્રાન્જેકશનો પર ભાર મુકીને લોકો રોજીંદી ખરીદી સહિતના કામો વેળાએ પીઓએસ મશીન દ્વારા નાણા ચુકવણીનો આગ્રહકરવામાં આવતા કેટલાય લોકો પોતાના ટ્રાન્જેકશન પીઓએસ મશીન દ્વારા કરતા થયા છે ત્યારે જામનગરમાં આવા ડેબિટ અને ક્રેડીટકાર્ડનો ઉપયોગ કરતા લોકો સાથેની છેતરપીંડીનો એક નવતર કિસ્સો જામનગરમાં પ્રથમ વખત સામે આવ્યો છે.
જામનગરમાં ડુપ્લીકેટ ડેબિટ એટલે કે એટીએમ કાર્ડ બનાવી અને ચીટીંગ કરવાની શરુઆત હજુ તો થોડા દિવસો પૂર્વે જ થઈ હતી. ત્યાં જ જામનગર એસઓજીના ઈન્ચાર્જ પી.આઈ.એચ.બી. ગોહિલને આ નવતર ચીટીંગના કીમીયાની જાણ થઈ જતાં તેવો પોતે તેમજ તેમની ટીમના માણસો છેલ્લા કેટલાક દિવસોથી આ ચીટીંગ કઈ રીતે થઈ રહ્યું છે. કોના દ્વારા થાય છે, કયા સમયેઅ ને કઈ રીતે થાય છે તેની વોચ રાખીને બેઠા થતા અને અંતે સફળતા પણ મળી છે.
એમસીએ અને બીસીએ જેવા ઉચ્ચ અભ્યાસ કરેલા શિક્ષિત ચીટરોની ટોળકી સુવ્યવસ્થિ રીતે લોકોના એટીએમ કાર્ડનો ડેટા ચોરી કરીને ડુપ્લીકેટ એટીએમ બનાવ્યા બાદ છેતરપીંડી કરી રહ્યા હોવાનું સામે આવ્યુ છે. એટીએમ અને ડેબીટકાર્ડમાં નીચે એક બ્લેકમેગેનીક પટ્ટી આવે છે. જેમાં કાર્ડધારકોના તમામ પ્રકારનો ડેટા સુરક્ષિત હોય છે અને જેના દ્વારા જ તે પોતાના કાર્ડનો ઉપયોગ કરી શકે છે.
પંચવટી વિસ્તાર નજીક આવેલ એક ખાણીપીણીની દુકાનમાં પણ આ ટોળકીનો એક સાગરીત બેસતો હતો અને જેવા લોકો આરોગ્ય બાદ કાર્ડથી પૈસા આપે તો તેના કાર્ડનો ડેટા તે પોતા પાસે રહેલા રીડરમા પણ લઈ લેતો હતો અને બાદમાં ચોરવાડમાં આવેલ ડેટાનું એક કાર્ડ બનાવી અને તેના વડે જામનગર શહેરથી માંડીને રાજકોટ સુધીના જુદા જુદા એટીએમ મશીનોમાંથી રાત્રીના સમયે પૈસા ઉપાડી લેતા હતા અને જામનગરમાં પ્રથમ વખત જ શરુ થયેલ આ ચીટીંગને મોટુ સ્વરૂપ મળે તે પૂર્વે જ પોલીસે પાંચ જેટલા ઈસમોને ઝડપી પાડ્યા છે.
આ ગુન્હા અંગે જામનગર શહેરના ત્રણેય પોલીસ મથકો સીટીએ સીટીબી અને સીટીસીમાં નોંધાયેલ ફરિયદમાં જેટલા કાર્ડધારકોને બોગસ એટીએમ બનાવી 5 51 615 લાખની રોકડ ઉપાડી લેવા અંગેની ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ આ મામલે ઝડપાયેલ ચીટરોના નામો હજુ જાહેર નથી કર્યા નામો સાથેની વધુ વિગતો થોડા સમયમાં જાહેર કરશે તેવું જાણવા મળી રહ્યું છે.