ન્યૂક્લિયર સપ્લાયર ગ્રુપમાં ભારતનો પ્રવેશ રોકશે ચીનJanuary 31, 2019

બેઇજીંગ તા.31
ચીને સંકેત આપી દીધો છે કે તે ન્યુક્લિયર સપ્લાયર ગ્રૂપમાં પ્રવેશ રોકવાનો ચાલુ રાખશે. ચીનનું આ વલણ પીએમ મોદી અને રાષ્ટ્રપતિ શીની વચ્ચે ગયા વર્ષે એપ્રિલથી અત્યાર સુધીમાં ત્રણ વખત થયેલી સારી મુલાકાત છતાંય ચાલુ છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતા ગેંગ શુઆંગે કહ્યું કે ચીનને લાગે છે કે ભારત જેવા દેશ જેમણે ન્યુક્લિઅર નોન પ્રોલિફરેશન ટ્રિટી પર હસ્તાક્ષર કર્યા નથી, તેમને એનએસજીમાં પ્રવેશ અપાશે નહીં.
ભારતનું માનવું છે કે તેણે ભલે એનપીટી પર હસ્તાક્ષર કર્યા નથી, પરંતુ પરમાણુ અપ્રસારના સારા રેકોર્ડના લીધે તેને આ ગ્રૂપમાં પ્રવેશ મળવો જ જોઇએ.
કેટલાંક નિષ્ણાતોનું માનવું છે કે ચીન ભારતને ત્યાં સુધી આ ગ્રૂપની બહાર રાખવાની કોશિષ કરતું રહેશે જ્યાં સુધી તેનો મિત્ર દેશ પાકિસ્તાન આ ગ્રૂપમાં સામેલ થવા લાયક ના બની જાય. એનએસજી ન્યુક્લિઅર સપ્લાયર દેશોનું ગ્રૂપ છે, જે પરમાણુ અપ્રસાર માટે સહયોગ આપે છે.