ભારતમાં આતંકી હુમલા ચાલુ રખાવશે પાક.: યુએસની ચેતવણીJanuary 30, 2019

વોશિંગ્ટન તા.30
પાકિસ્તાન સમર્થિત આતંકવાદી ગ્રૂપ ભારત અને અફઘાનિસ્તાન બંને જગ્યાએ આતંકવાદી હુમલા કરવાનું ચાલુ રાખશે. અમેરિકાના ઇન્ટેલિજન્સ ચીફ ડેન કોટ્સે આ વાત કહી છે. કોટ્સે એમ પણ કહ્યું કે પાકિસ્તાનના કેટલાંક ગ્રૂપોના નીતિગત રીતે ઉપયોગ કરીને આતંકવાદ નિરોધક સહયોગના પ્રત્યે સંકીર્ણ વલણ દેખાડવું અને માત્ર એ આતંકવાદી ગ્રૂપો સામે લડવું જે પાકિસ્તાન માટે સીધો ખતરો હોય, ચોક્કસ તાલિબાનની વિરૂદ્ધ આતંકવાદ નિરોધી અમેરિકન પ્રયાસો પણ નિષ્ફળ કરી દેશે.
ડૈન કૌટ્સે ગુપ્ત મુદ્દાઓ પર સંસદ (સેનેટ)ની સિલેકટ કમિટીના સભ્યોને કહ્યું કે પાકિસ્તાન સમર્થિત આતંકવાદી ગ્રૂપ ભારત, અફઘાનિસ્તાન અને અમેરિકન હિતોની વિરૂદ્ધ હુમલાની યોજના બનાવાની સાથે અંજામ આપવા માટે પાકિસ્તાનમાં પોતાના આશરાનો ફાયદો ઉઠાવાનું ચાલુ રાખશે. કોટ્સ અને બીજી અમેરિકન ગુપ્તચર એજન્સીઓના પ્રમુખ વિશ્વવ્યાપી ખતરા પર પોતાની આકરણીને લઇ ગુપ્ત મુદ્દાઓ પર સેનેટની સિલેકટ કમિટીની સામે હાજર થયા હતા, આ દરમ્યાન તેમણે આ રિપોર્ટ રજૂ કર્યો.