ઘઉનું વાવેતર નિષ્ફળ જવાના ડરથી વધુ એક ખેડૂતનો આપઘાતFebruary 14, 2019

 લાઠીના તાજપર ગામે બનેલ બનાવથી પરિવારજનોમાં શોક
અમરેલી તા.14
ગત ચોમાસા દરમીયાન વરસાદ અનિયમિત અને પ્રમાણમાં ખુબજ ઓછો પડવાના કારણે ખેડુતોએ ખેતરમાં વાવેલ વાવણીની કોઇ ઉપજ નહી આવતા અનેક ખેડૂતો ઉપર દેવાના ડુંગરો ખડકાય જવા પામેલા છે. ત્યારે સામાન્ય રીતે માર્ચના અંતમાં મંડળી તથા અન્ય બેંકમાંથી લીધલ નાણાં ભરપાઈ કરવા પડતા હોય, પરંતુ બિચારા લાચાર ખેડુતો આવી લોન ભરપાઈ કરવા સક્ષમ ન હોવાથી આપઘાત કરી રહ્યો છે. ત્યારે વધુ એક લાઠી તાલુકાના તાજપર ગામના ખેડુતે આપઘાત કરી લેતા ખેડૂત સમાજમા અરેરાટી ફેલાઈ જવા પામી છે.
આ બનાવમા જાણવા મળતી વિગત મુજબ લાઠી તલાુકાના તાજપર ગામે રહેતા નાથાભાઇ ખોડાભાઇ બારડ નામના 60 વર્ષીય વૃધ્ધ ખેડૂત ગત તા.31ના રોજ રાત્રીના સમયે તાજપર ગામની સીમમાં આવેલ પોતાની વાડીએ ઘઉનું વાવેતર કરેલ હોય અને તે વિસ્તારમાં રોઝડા તથા ભુંડ જેવા પશુઓનો ભારે ત્રાસ હોય જેથી રખોપુ કરવા ગયા હતા. ત્યારે ચાલુ વર્ષે વરસાદ ઓછો થતા અને ખેતરમાં વાવેલ પાક નિષ્ફળ જવાના કારણે તે વૃધ્ધ ખેડૂત ઉપર દેવું જઇ જવા પામેલ હોય. જેથી પોતાીન વાડીએ જ ઝેરી દવા ગટગટાવી લેતા તેમને ભાવનગર દવાખાને સારવાર માટે ખસેડાયેલ જયાં તેમનું સારવાર દરમીયાન મોત થયાનું લાઠી પોલીસમાં જાહેર થવા પામેલ છે.