દ્રોણેશ્ર્વર સ્વામિનારાયણ ગુરુકુલમાં સત્સંગ શિબિરમાં 250 બાલિકાઓ જોડાઈFebruary 13, 2019


રાજકોટ, તા.13
મચ્છુન્દ્રી નદીના કિનારે, દ્રોણેશ્ર્વર મહાદેવની સાનિધ્યમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ જૠટઙ અમદાવાદની શાખા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્રોણેશ્ર્વર ખાતે શા. માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી, હરિકૃષ્ણદાસજી સ્વામી, કોઠારી નરનારાયણદાસજી સ્વામી અને ભક્તિવેદાંતદાસજી સ્વામીના માર્ગદર્શન તેમજ સાંખ્યયોગી બહેનોની નિશ્રામાં બાલિકાઓ માટે સત્સંગ તેેમજ જીવનલક્ષી અને પ્રેરણાત્મક શિબિરનું આયોજન કરવામાં આવેલ .જેમા 250 ઉપરાંત બાલિકાઓ જોડાયાં હતા.
જેમાં દરરોજ જીવનલક્ષી પ્રશ્ર્નોના સમાધાન, આધુનિક શિક્ષણ અને વૈદિક શિક્ષણ વચ્ચે તફાવત, ધાર્મિક ચિન્હોમાં કંઠી, તિલક, સત્સંગ વિશેની વિશેષ માહિતી આપવામાં આવી હતી. સાથે સાથે સાંખ્યયોગી બહેનો દ્વારા સંપ્રદાયમાં લાડુબા, જીવુબા, વગેરેસ્ત્રી ભકતો વગેરે તેમજ દાદાખાચર, વગેરે ભકતોના જીવન ચરિત્રો વાતો કરી હતી.
દરરોજ રાસોત્સવ અને રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
રસોડા વગેરેની વ્યવસ્થા શાળાના આચાર્ય શ્રી મહેશભાઇ જોષી અને પુજારી હરિદર્શનદાસજી સ્વામી અને હરિપ્રિયદાસજી સ્વામીએ સંભાળી હતી.