રેસ્ટોરન્ટે હવે સરકારને આપવો પડશે તેલનો હિસાબFebruary 13, 2019

 દાઝિયા તેલને લઈને જન આરોગ્ય માટે સરકારનો નવો નિયમ; તેલનાં સેમ્પલ ફેલ થશે તો હોટેલ રેસ્ટોરન્ટનું લાઈસન્સ થશે રદ
નવી દિલ્હી તા.13
કેન્દ્ર સરકારે લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતા રેસ્ટોરન્ટ અને હોટલ માટે એક નવો નિયમ બનાવ્યો છે. આ અંતર્ગત હોટલ અને રેસ્ટોરન્ટ હવે બળેલા તેલનો વારવાર ઉપયોગ નહી કરી શકે. આ નિયમ અંતર્ગત એક દિવસમાં 50 લીટરથી વધારે ખાવાના તેલના ઉપયોગનો હિસાબ આપવો પડશે. આવું એટલા માટે કરવામાં આવ્યું કારણ કે બળેલા તેલમાં બનાવેલો ખોરાક ખાવાથી ટ્રાંસફેટ જેવી બિમારી થાય છે.
હોટલ માલિકોને ખાવાના તેલને બીજીવાર ગરમ ન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. નિયમ અંતર્ગત સરકારી તપાસ એજન્સિઓ તેલના ઉપયોગના નમૂનાની ફૂડ કમીશનરની દેખરેખમાં સમય-સમય પર તપાસ થશે. જો સરકારી તપાસમાં આપવામાં આવેલા નમૂનામાં ટ્રાંસફેટની માત્રા વધારે મળી આવી તો રેસ્ટોરન્ટ અથવા હોટલનું લાયસન્સ કેન્સલ કરવામાં આવશે. મહત્ત્વનું છે કે એક જ તેલનો ઉપયોગ વારંવાર કરવામાં આવે તો તેમાં ટ્રાંસફેટ વધી જાય છે. અને ટ્રાંસફેટ એક ધીમું ઝેર છે જે હ્યદય અને શરીરની અન્ય પણ કેટલાક પ્રકારની બિમારીઓને નોતરી શકે છે અને ક્યારેક તો તે મૃત્યુનું પણ કારણ બને છે. સમગ્ર વિશ્વમાં દર વર્ષે આશરે પાંચ લાખ લોકો હ્યદયની બિમારીના કારણે મૃત્યુ પામે છે. આમાં ટ્રાંસફેટ એક મુખ્ય કારણ બનીને સામે આવ્યું છે. ભારતમાં આનાથી દર વર્ષે 60,000 જેટલા લોકોનું મૃત્યુ થાય છેે. નિયમની આડમાં ધંધાર્થીઓ
ફૂડને બનાવશે મોંઘું?
કેન્દ્ર સરકારનો આ નિયમ 1 માર્ચથી લાગૂ થશે જે હોટલ અને રેસ્ટોરન્ટ માલિકોની મુશ્કેલી વધારી શકે છે. ત્યારે આ પ્રકારનો નવો નિયમ લાગુ થવાથી તેલનો ઉપયોગ વધી જશે. આનાથી હોટલ અને રેસ્ટોરન્ટનો કુલ ખર્ચ પણ વધશે. આનો બોજ સીધો જ ગ્રાહકો પર પર પડશે. ત્યારે આવનારા દિવસોમાં હોટલમાં જમવાનું મોંઘુ થઈ શકે છે.