વંથલી પાલિકાના ઉપપ્રમુખ સામે અવિશ્ર્વાસની દરખાસ્તFebruary 13, 2019

 કોંગ્રેસના 15 સભ્યોની નારાજગી બહાર આવી
જૂનાગઢ તા.13
વંથલી કોંગ્રેસ શાસિત નગરપાલિકામાં ઉપપ્રમુખ સામે કોંગ્રેસના જ 15 સભ્યોએ અવિશ્ર્વાસની દરખાસ્ત રજૂ કરતા ખળભળાટ મચી ગયો છે.
કોંગ્રેસમાં ચાલી રહેલો આંતરિક કલહ હવે દાવાનળની માફક સર્વત્ર પ્રસરી રહ્યો છે. એક પછી એક નગરપાલીકા, તાલુકા પંચાયતોમા ચાલતો આંતરીક વિખવાદ બહાર આવી રહ્યો છે અને કોંગ્રેસના આગેવાનો પાર્ટીની આબરુ બચાવવા સતત દોડધામ કરી રહ્યા છે ત્યારે વધુ એક કોંગ્રેસ શાસિત
વંથલી નગરપાલીકાના ઉપપ્રમુ નિકુંજ હદવાણીની સામે પક્ષના
15 સભ્યોએ અવિશ્ર્વાસની દરખાસ્ત રજૂ કરતા ખળભળાટ
મચી ગયો છે.
હાલમાં જ કોંગ્રેસ દ્વારા ઉપપ્રમુખપદે તેમની વરણી
કરવામાં આવી હતી. પરંતુ
સુપ્રીમ કોર્ટના છેલ્લા આદેશ
મુજબ નવા ચૂંટાયેલા હોદેદારો વિરુધ્ધ એક વર્ષ સુધી અવિશ્ર્વાસ ન મુકી શકાય.
ત્યારે આ અવિશ્ર્વાસની દરખાસ્ત રાજકીય સ્ટંટ તો નથી ને? તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.