સ્ટેચ્યૂ ઓફ યુનિટીનાં ટેન્ટ સિટીમાં આગથી અફરાતફરીFebruary 13, 2019

રાજકોટ: કેવડિયા કોલોની સ્ટેચ્યૂ ઓફ યૂનિટી વિસ્તારમાં ભીષણ આગ લાગી હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ ઘટના કેવડિયા કોલોની સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તારમાં બાંધવામાં આવેલા ટેન્ટ સિટીમાં બની છે. આ ઘટના મોડી સાંજે બની હતી. આગના કારણે લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં મળતી માહિતી અનુસાર, નર્મદામાં કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં મુલાકાતીઓ માટે ટેન્ટ સિટી બાંધવામાં આવી છે. જેમાં મંગળવારે મોડી સાંજે કોઇ કારણસર ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે,  ટેન્ટસિટીના ગોડાઉનમાં આગ લાગી છે, જેના કારણે અફરાતફડીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ સ્થાનિક લોકોને કરાતા ફાયરબ્રિગેડના કાફલો તાબડતોડ રીતે પહોંચ્યો હતો, અને ભારે જહેમત બાદ આગ પર કાબૂમાં આવી હતી.આ ઘટનામાં સદનસીબે કોઇ જાનહાનિ થયાના અહેવાલ મળ્યા નથી, બીજી બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર બાંધવામાં આવેલી ટેન્ટસિટીમાં ક્યા કારણોસર આગ લાગી તે જાણી શકાયું નથી. આ ઘટના મંગળવારે મોડી સાંજે બની હતી.