મારા ભાઇ જ ફરી વખત PM બનશે: પ્રહલાદ મોદીFebruary 13, 2019


મેંગ્લુરૂ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ મેંગ્લુરૂમાં જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી આગામી લોકસભા ચૂંટણીમાં 300થી વધુ બેઠકો જીતશે અને તેમના ભાઈ જ ફરીથી વડા પ્રધાન બશે. પ્રહલાદ મોદીએ અહીં વિમાન
મથકે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, મને વિશ્વાસ છે કે આગામી સામાન્ય ચૂંટણી 2014ની ચૂંટણીનું પુનરાવર્તન બનશે. ભાજપ 300 કરતાં વધુ બેઠકો જીતશે. નરેન્દ્ર મોદીને વડા પ્રધાન તરીકેનો વધુ એક કાર્યકાળ મળશે.
પ્રહલાદ મોદી મેંગલુરુમાં મંદિર અને અન્ય ધાર્મિક કેન્દ્રોની યાત્રા માટે આવ્યા છે. તેમણે જણાવ્યું કે, એનડીએ સરકારે છેલ્લા સાડા ચાર વર્ષમાં સમગ્ર દેશમાં વિવિધ વિકાસ કાર્યોને સફળતાપૂર્વક લાગુ કર્યા છે.