અમદાવાદમાં પ્રગટ થઈ અનુષ્કાની બીજી હમશકલFebruary 13, 2019

 હુબહુ અનુષ્કા જેવી જ લાગતી શિવાંગી પણ સોશિયલ મીડિયા પર છવાઈ
અમદાવાદ તા,13
અભિનેત્રી અનુષ્કા શર્મા હાલ તો ફિલ્મોના લીધે નહીં પરંતુ બીજા કારણોસર સોશિયલ મીડિયા પર ખૂબ છવાયેલી છે. જી હા છેલ્લાં કેટલાંક દિવસથી અનુષ્કા શર્માની હમશકલ સોશિયલ મીડિયા પર છવાય ગઇ છે. અમદાવાદમાં પણ અનુષ્કા શર્માની હમશકલ જોવા મળી છે. લાગે છે એવું કે અનુષ્કાની એક પછી એક હમશકલથી વિરાટ કોહલી કયાંક ગૂંચવાય ના જાય તેવી સોશિયલ મીડિયા પર ચર્ચા થાય છે.
કોર્પોરેટ કંપનીમાં કામ કરતા ડિઝાઇનિંગ એન્જિનિયર શિવાંગી દોશી પણ અનુષ્કા શર્માની ડુપ્લીકેટ લાગે છે. તેમનું કહેવું છે કે ઘણા બધા લોકો મને અનુષ્કાની હમશકલ કહે છે. હું અનુષ્કા શર્માની ખૂબ મોટી ફૈન છું. હું એની બધી જ મુવી અચૂક જોઉં છું. મને તેની સ્માઇલ ખૂબ જ ગમે છે. મને અનુષ્કાની સૂઇ ધાગાની એક્ટિંગ ખૂબ જ ગમી હતી. વધુ વાત કરતાં શિવાંગી દોશી એ
કહ્યું કે કેટલાંક લોકો મારા મિસ્ટરને વિરાટ કોહલી જેવો કહે છે. આમ અમે બંને અમારા સર્કલમાં વિરાટ-અનુષ્કાની જોડી તરીકે ફેમસ છીએ.