મોરબીના મહેન્દ્રનગર ચોકડી નજીક સ્કોર્પીઓ કાર પર બાઈકસવારોએ કર્યું ફાયરીંગ

મોરબીના મહેન્દ્રનગર ચોકડી નજીક બાઈકમાં આવેલ બે શખ્શોએ સ્કોર્પીઓ કારમાં સવાર યુવાનને મારી નાખવામાં ઈરાદે ત્રણ રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું જે બનાવની જાણ થતા બી ડીવીઝન પોલીસ સ્થળ પર દોડી ગઈ છે અને બનાવની તપાસ આદરી છે મળતી માહિતી મુજબ ગૌરક્ષક દિનેશભાઈ લોરિયા આજે તેની ગૌશાળા નજીક પોતાની સ્કોર્પીઓ કારમાં બેઠા હોય ત્યારે ડબલસવારી બાઈકમાં આવેલ ઇસમોએ તેની કાર પર ફાયરીંગ કર્યું હતું જેમાં સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવ્યું છે જોકે સદનસીબે દિનેશભાઈ લોરિયાનો બચાવ થયો છે   ઘટનાની જાણ થતા બી ડીવીઝન પીઆઈ સહિતની ટીમ સ્થળ પર પહોંચી છે અને ઘટનાની તપાસ ચલાવી છે જોકે ફાયરીંગ કરનાર કોણ હતા અને શા માટે ફાયરીંગ કર્યું તે હજુ સ્પષ્ટ થયું નથી