શેરબજારમાં અંતિમ કલાકમાં કડાકો: 247 પોઈન્ટ સેન્સેક્સ ડાઉનFebruary 12, 2019

રાજકોટ, તા.12
મંગળવારે કારોબારી સત્રમાં ભારતીય શેરબજારમાં સુસ્ત શરૂઆત કરી હતી. દિવસના 9 કલાક 18 મિનિટ પર સેન્સેક્સમાં 47 પોઈન્ટની તેજી સાથે 36,442 પર અને નિફ્ટી 8 પોઈન્ટની તેજી સાથે 10,896 પર કારોબાર કરી રહ્યા હતા. આ સમયે નિફ્ટીના 50 શેરોમાં 30 લીલા નીશાન પર 20 લાલ નીશાન પર કારોબાર કરી રહ્યા હતા. ઈન્ડેક્સની વાત કરીએતો નિફ્ટીના મિડકેપમાં 0.31 ટકા અને સ્મોલકેપ 0.16 ટકાની તેજી સાથે કારોબાર કરી રહ્યા હતા.
સોમવારે સેન્સેક્સમાં 151 પોઈન્ટના કડાકા સાથે 36,395 પર અને નિફ્ટી 54 પોઈન્ટના કડાકા સાથે 10,888 પર કારોબાર કરી બંધ થયો હતો.
મંગળવારે તમામ પ્રમુખ એશિયાઈ બજારોમાં સારી શરૂઆત કરી છે. દિવસના 9 કલાકે જાપાનનો નિક્કેઈ 2.03 ટકાની તેજી સાથે 20745 પર ચીનનો શાંઘાઈ 0.61ની તેજી સાથે 2670 પર, હેંગસેંગ 0.17 ટકાની તેજી સાથે 28191 પર અને તાઈવાનનો કોસ્પી 0.47 ટકાની તેજી સાથે 2190 પર કારોબાર કરી રહ્યા હતા.
બપોરે 3.00 વાગ્યે સેન્સેક્સ 247 નીચેમાં 36147 તેમજ નિફ્ટી 57 અંક નીચેમાં 10831 પર કારોબાર કરી રહ્યા હતા.