ગઠબંધનની સરકાર બને તો રોજ નવી ઉપાધિ: શાહFebruary 12, 2019

 ગુજરાતના 20 કરોડ મતદારો અત્યારથી જ પીએમ મોદીની સાથે છે
અમદાવાદ તા,12
આજથી અમદાવાદમાં મેરા પરિવાર ભાજપા પરિવાર કાર્યક્રમનાં અમિત શાહનાં નિવાસ સ્થાનથી શરુ કરાયા હતાં. શહેરનાં પંડિત દીનદયાળ હોલમાં આ કાર્યક્રમ રખાયો હતો. જ્યાં અમિત શાહની સાથે વિજય રૂપાણી, નિતીન પટેલ, જીતુ વાઘાણી અને મોટી સંખ્યામાં ભાજપનાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
અમદાવાદમાં કાર્યકર્તાઓને અમિત શાહે સંબોધન કરતા આગામી લોકસભાની ચૂંટણી જીતવા માટે થઇને ગુજરાતની 26 બેઠક જીતવાનો સંકલ્પ કરાવ્યો હતો. અમિત શાહે ગુજરાતમાં 26એ 26 સીટ જીતવાનાં સંકલ્પ કરીને કાર્યકર્તાઓને પણ ભારત માતા કી જયનાં નારા પણ લગાડાવ્યાં હતાં તેમણે કહ્યું કે ચૂંટણી માટેના સૌથી પહેલા કાર્યક્રમની આજથી શરૂઆત થઈ છે. આ વખતે ગયા વખત કરતા પણ વધુ મતોથી જીતીશુ 20 કરોડ મતદાતાઓ અત્યારથી જ નરેન્દ્ર મોદીના સમર્થનમાં છે. ભાજપે લોકો સુધી પહોંચાડવાના કાર્યક્રમ શરુ કરી દીધા છે. તમામ પરિવારોનો ભાજપ સંપર્ક અભિયાન થકી સંપર્ક કરશે. 3 માર્ચે તમામ વિધાનસભા બેઠકો પર વિજય સંકલ્પ રેલી યોજાશે. અમિત શાહે કહ્યું કે ગઠબંધનના નેતાઓને પૂછવા મંગુ છું કે તમારા નેતા કોણ ? આ દેશ ને કોણ ચલાવશે એ ગઠબંધન વાળા જણાવે ગઠબંધનની સરકાર બની તો રોજ નવા પીએમ હશે.
શિવસેનાની મોટી શરત
બે દિવસ પહેલાં અમિત શાહની શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે વાતચીત થઇ હતી. સૂત્રોના મતે ગઠબંધન માટે શિવસેનાની નજર 1995ના મોડલ પર છે. તેના માટે તેઓ 288 સીટોવાળી વિધાનસભામાં લગભગ 150 સીટો અને લોકસભા ચૂંટણી માટે કુલ 48 સીટોમાંથી 25-26 સીટો માંગશે. નામ ‘મેરા પરિવાર’ પણ નીતિન પટેલની ફરી ઉપેક્ષા અમદાવાદ: ગુજરાતમાં નીતિન ભાઈનું કદ ઓછુ કરાઈ રહ્યું છે. આજે પણ મેરા પરિવાર ભાજપા પરિવારના કાર્યક્રમમાં પણ ડેપ્યુટી સી.એમ નિતીન ભાઈ પટેલનું સ્થાન ખોરવાયું છે. ફરી તેમનું અપમાન કરવામાં આવ્યું હોવા છતાં નીતિન ભાઈએ આ સ્વીકારી લીધું હોય તેમ લાગે છે. સરકારના સંકટ મોચક બનીને ઉભરતા નીતિન ભાઈની ભાજપ સતત અવગણના કરતા આવ્યો છે.ગુજરાતમાં નીતિનભાઈ પાટીદાર સમાજના કદાવર નેતા ગણાય છે. આશાબેનને ભાજપમાં લાવવામાં નીતિનભાઈનો સિંહફાળો હોવા છતાં પણ આ બેઠકમાં તેમને સાઈડ લાઇન કરી દેવાયા છે. સ્ટેજની છેલ્લી સીટ પર નાયબ મુખ્ય પ્રધાન નિતીન ભાઈને બેસેલા જોઇને ભાજપના અનેક નેતાઓએ આ અંગે ચર્ચા પણ કરી હતી. અમિત શાહના જમણી બાજુમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને ડાબી બાજુ જીતુ વાઘાણીને સ્થાન અપાયું હતું. ચાલુ ભાષણમાં ડેપ્યુટી સી.એમ નીતિન પટેલ ફોટા અને વિડીયો ઉતારવા વ્યસ્ત બન્યા હતા. વાયબ્રન્ટના કાર્યક્રમમાં પણ મુખ્યમંત્રી નીતિન પટેલ ગાયબ થઇ ગયા હતા.
વીએસ હોસ્પિટલના ઉદ્ઘાટન આમંત્રણ કાર્ડમાં નામ નહોતું સરકારે સવર્ણો માટે 10 ટકા અનામત જાહેર કરી દીધા બાદ આ પાટીદાર નેતાની જરૂર ન હોય તેમ આ પાટીદાર કદાવર નેતાને અવગણના કરાય છે.