‘લવ મેરેજ નહીં’: 10000 યુવાનો લેશે શપથFebruary 12, 2019

સુરત તા.12
વેલેન્ટાઈન્સ ડે પર શહેરનાં અંદાજિત 10 હજાર યુવાઓ પોતાના માતા-પિતાની મરજી વિરૂદ્ધ શપથ લેશે. આ માટે પોતાની રિલેશનશિપને ખતમ કરવી પડે તો પણ કરશે. હાસ્યમેવ જયતે નામથી ઓર્ગેનાઈસ થેરાપિસ્ટ કમલેશ મસાલાવાળાએ આ ખાસ ઈવેન્ટનું આયોજન કર્યું છે. જેમાં સ્કૂલો અને કોલેજના છોકરા તથા છે તેમના માતાપિતાને લવ મેરેજ સામે વાંધો હોય તો તેઓ પ્રેમી સાથે લગ્ન નહીં કરે.
સુરતમાં ઘણા બધા લાફટર અને ક્રાઈંગ કલબ ચલાવતા મસાલાવાળાએ જણાવ્યું કે, હાલના સમયમાં યુવાનો પ્રે: લગ્નનો નિર્ણય લઈ લે છે. કેટલાક તો ઘરેથી ભાગીને લગ્ન કરે છે, પરંતુ આવા રિલેશન લાંબો સમય ટકતા નથી જીવનમાં જયારે લગ્નનો નિર્ણય લેવાની વાત આવે ત્યારે બાળકો તેમના માતા-પિતાની સલાહ લે.
આ ઈવેન્ટ શહેરની 15 જેટલી સ્કૂલો અને કોલેજોમાં યોજવામાં ાવશે, જેમાં વિદ્યાર્થીઓ શપથ લેશે. આ સ્કૂલોમાં આવેલી સંસ્કાર ભારતી, અડાજણની પ્રેસિડેન્સી હાઈસ્કુલ, સંસ્કાર કુંજ જ્ઞાનપીઠ, સ્વામિનારાયણ એમ.વી.વિદ્યાલ વરાછાની નવચેતના વિદ્યાલય અને જ્ઞાન ગંગા વિદ્યાલયનો સમાવેશ થાય છે. આ ઈવેન્ટના અન્ય ઓર્ગેનાઈઝર કવિ મુકુલ ચોકસીએ ખાસ શપથ લખી છે. તેઓ જણાવે છે, ઘણા યુવાનો જયારે મેરેજ વિરૂદ્ધ વાંધો ઉઠાવે ત્યારે સામે થતા હોય છે. તેઓ પેરેન્ટ્સની સલાહનું મહત્વ અને વાંધો ઉઠાવવા પાછળનું લીધા બાદ આ વિદ્યાર્થીઓ પોતાના પેરેન્ટ્સની ફિલિંગ્સને સારી રીતે સમજશે. સંસ્કાર ભારતી વિદ્યાલયમાં અભ્યાસ મદ્રિતા બેનર્જી કહે છે, હું મારા માતા-પિતા માટે આ શપથ લઈશ. હું તેમના દ્વારા મારા માટે લેવાયેલા નિર્ણયનો કે મારા માટે તેમના જેટલું કોઈએ બલિદાન આપ્યું નથી.