રાફેલ સોદા પહેલાં જ અંબાણીની પેરિસ મુલાકાત શંકાના દાયરામાંFebruary 12, 2019

 મોદીના ફ્રાન્સ પ્રવાસ અગાઉ અનિલ અંબાણી ફ્રેન્ચ રક્ષામંત્રીને માર્ચમાં મળ્યા, એપ્રિલમાં ‘ડીલ’!
નવી દિલ્હી તા.12
વિપક્ષ અને ખાસ કરીને કોંગ્રેસ રાફેલ ડીલને લઇ મોદી સરકારને બરાબર ઘેરી રહ્યું છ, ત્યારે પાછો એક નવો ખુલાસો આવ્યો છે કે રાફેલ ડીલ થવાની હતી તેના પંદર દિવસ પહેલાં જ અનિલ અંબાણીએ ફ્રાન્સના રક્ષા મંત્રી સાથે મુલાકાત કરી હતી. એક અંગ્રેજી અખબારમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે માર્ચ 2015ના ચોથા સપ્તાહમાં બિઝનેસમેન અનિલ અંબાણી તત્કાલીન ફ્રેન્ચ રક્ષા મંત્રી જીન-વી લી ડ્રાયનને પેરિસ સ્થિત તેમની ઓફિસમાં મળવા પહોંચ્યા હતા અને ટોચના સલાહકારો સાથે મુલાકાત કરી હતી. તેના લગભગ 15 દિવસ બાદ પીએમ મોદીએ ફ્રાન્સ સાથે 36 રાફેલ એરક્રાફ્ટ વિમાન ખરીદવા જાહેરાત કરી હતી.
મળતી માહિતી પ્રમાણે મીટિંગમાં ફ્રેન્ચ રક્ષા મંત્રીના સ્પેશ્યલ એડવાઇઝર જીન ક્લોડ મેલેટ, તેમના ઇન્ડસ્ટ્રીઝના એડવાઇઝર ક્રિસ્ટોફી સોલોમોન અને ઇન્ડસ્ટ્રિયલ અફેર્સ માટે ટેકનિકલ એડવાઇઝર જ્યોફ્રી બુકેટ પણ સામેલ હતા. સોલોમોન એ એક યુરોપિયન ડિફેન્સ કંપનીના ટોચના અધિકારીઓની અંબાણી સાથે મુલાકાતને ગુપ્ત અને કલ્પના પ્રમાણે ખૂબ જ ઓછા સમયમાં પ્લાન ગણાવ્યો હતો.
આ મીટિંગ અંગે જાણતા એક અધિકારી એ કહ્યું કે અંબાણી એ એરબસ હેલિકોપ્ટર્સની સાથે વ્યાપારિક અને સામારિક હેલિકોપ્ટર્સ બંને મોર્ચા પર સાથે કામ કરવાની વાત ઇચ્છા વ્યકત કરી હતી. કહેવાય છે કે અનિલ અંબાણી એ આ મુલાકાતમાં ખજ્ઞઞનો ઉલ્લેખ કર્યો જે તૈયાર થઇ રહ્યા હતા અને તેના
પર પીએમની મુલાકાત દરમ્યાન હસ્તાક્ષર થવાના હતા. બધાને ખબર હતી કે પીએમ મોદી 9 થી 15મી એપ્રિલની વચ્ચે ફ્રાન્સની સત્તાવાર મુલાકાત કરવાના છે. અંબાણી પીએમની મુલાકાત પર પ્રતિનિધમંડળનો ભાગ હતા, જ્યારે 36 લડાકુ વિમાનો માટે ડીલનો મોદી અને તત્કાલીન ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદ દ્વારા જાહેરાત કરાઇ હતી. બંનેની તરફથી એક જોઇન્ટ સ્ટેટમેન્ટ રજૂ કરીને આ વાતની જાહેરાત કરાઇ હતી. સંજોગથી અંબાણી અને ફ્રેન્ચ ઓફિસરોની મુલાકાતવાળા સપ્તાહમાં 28 માર્ચ 2015ના રોજ રિલાયન્સ ડિફેન્સની શરૂઆત થઇ. જ્યારે 8 એપ્રિલ 2015ના રોજ તત્કાલીન વિદેશ સચિવ એસ જયશંકરે પીએમ મોદીની વિદેશ મુલાકાતને ળઇ મીડિયા બ્રીફિંગમાં રાફેલ સાથે જોડાયેલ અટકળોને નકારી દીધી હતી. રાફેલ મામલે ‘કેગ’ રિપોર્ટ સંસદમાં રજૂ થવા પર નવી દિલ્હી: રાફેલ ડીલમાં કથિત ગોટાળાના કારણે કોંગ્રેસ પાર્ટીના આરોપો વચ્ચે નિયંત્રક અને મહાલેખા પરીક્ષક (સીએજી)એ પોતાનાં રિપોર્ટ રાષ્ટ્રપતિને મોકલી આપ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી પાર્ટીઓ રાફેલ ડીલના મુદ્દે સરકાર પર પ્રહારો કરી રહી છે. એવામાં આ ડીલ પર તૈયાર કેગ રિપોર્ટના સંસદમાં રાખવા માટેની રાહ જોવામાં આવી રહી છે.સીએજી પોતાના રિપોર્ટની એક કોપી રાષ્ટ્રપતિની પાસે અને બીજી કોપી નાણામંત્રાલયની પાસે મોકલે છે. મળતી માહિતી અનુસાર
કેગે રાફેલ પર 12 ચેપ્ટર લાંબી વિસ્તૃત રિપોર્ટ તૈયાર કર્યો છે.
હવે રાષ્ટ્રપતિ ભવનની તરફથી કેગ રિપોર્ટ લોકસભા સ્પીકરનાં ઓફીસ અને રાજ્યસભા ચેરમેનની ઓફીસને મોકલવામાં આવશે. બજેટ સત્ર બુધવારે સમાપ્ત થઇ રહ્યું છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે, રાફેલ પર કેગનો રિપોર્ટ લોકસભા અને રાજ્યસભામાં રજુ કરવામાં આવી શકે છે.