યુ.પી. લઠ્ઠાકાંડની તપાસના આદેશ

 297 કેસ નોંધાયા, બે સી.ઓ. સસ્પેન્ડ
કુશીનગર તા.12
ઉત્તરપ્રદેશ તથા ઉત્તરાખંડમાં ઝેરી દારૂથી અત્યાર સુધી 112 લોકો મોતને ભેટ્યા છે. આ મામલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનાં કડક વલણનાં પગલે યુપી પોલીસે 215થી વધુ લોકોની ધરપકડ કરી છે. સાથે જ યોગી સરકારે મામલાની તપાસ માટે અઉૠ રેલવે સંજય સિંઘલની આગેવાનીમાં જઈંઝની રચના કરી છે. કુશીનગરનાં તમકુહીરાજનાં સીઓ અને સહારનપુરમાં દેવબંદનાં સીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
પોલીસે લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી 297 કેસ નોંધવામાં આવ્યા છે. તમામ અધિકારીઓનાં સસ્પેન્ડ કર્યા પછી રવિવારે 46 પોલીસકર્મીઓને હાજર કરાયા હતા. ઝેરી દારૂ પીવાને કારણે સહારનપુરમાં 52, મેરઠમાં 18 અને કુશીનગરમાં 10 લોકોનાં
મોત થયા છે. આ ઉપરાંત ઉત્તરાખંડનાં રુડકી અને હરિદ્વારમાં 32 લોકોનાં મોત થયા છે.