જો જો! છેલ્લે સત્યનો જ વિજય થશે: વાડરાFebruary 12, 2019

 મુસિબતના સમયમાં
સાથ આપનાર તમામનો આભાર વ્યકત કર્યો
નવી દિલ્હી: વિદેશમાં સંપત્તિ ખરીદવામાં મની લોન્ડરિંગના આક્ષેપ સામે તપાસનો સામનો કરી રહેલા રોબર્ટ વાડ્રાની ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી)એ ગત અઠવાડિયે ત્રણ વાર પૂછપરછ કરી હતી. રોબર્ટ વાડ્રાએ રવિવારે કહ્યું હતું કે અંતે સત્યનો વિજય થશે. તેમણે ફેસબૂકની પોસ્ટ દ્વારા હાલની ઘડીમાં ટેકો આપનાર તમામ મિત્રો અને શુભેચ્છકોનો આભાર માન્યો હતો. કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીના પતિ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના બનેવી વાડ્રાની ઇડીએ ત્રણ દિવસમાં 20 કલાક સુધી પૂછપરછ કરી છે. ત્રણેય દિવસ વાડ્રાએ તમામ આક્ષેપ નકારી કાઢ્યા હતા. લંડનમાં આઠ અસ્ક્યામત વાડ્રાના નામે હોવાનો આક્ષેપ છે આ વિશે એજન્સીને માહિતી મળી હોવાનું દિલ્હી કોર્ટમાં જણાવાયું હતું. મની લોન્ડરિંગ વિશે પૂછપરછ કરાઈ હતી. વાડ્રાએ તમામ આરોપને નકારી કાઢીને કહ્યું હતું કે આ રાજકીય ક્ધિનાખોરીનું પગલું છે. વાડ્રાએ આવતીકાલે બિકાનેરમાં અન્ય એક જમીન કૌભાંડ સંબંધી મની લોન્ડરિંગ કેસમાં જયપુરમાં ઇડી સમક્ષ હાજર થવું પડશે. રાજસ્થાન હાઈ કોર્ટે તપાસ એજન્સીને સહકાર આપવા વાડ્રાને કહ્યું છે.