ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં પ્રેક્ટિકલ પરીક્ષા મુદ્દે બોર્ડના સભ્યોમાં તડાંFebruary 12, 2019

 પ્રેકટીકલ પરીક્ષા નહીં લેવા પ્રસ્તાવ મુકયો
રાજકોટ તા.12
ધો.12. વિજ્ઞાાન પ્રવાહના વિદ્યાર્થીઓની બોર્ડ દ્વારા પ્રેક્ટિકલ પરીક્ષા લેવા સામે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય સભામાં ખુદ બોર્ડના જ સભ્યોે વિરોધ કર્યો હતો.
ધો.12 પછીની પ્રવેશ કાર્યવાહીમાં પ્રેક્ટિકલ પરીક્ષાના માર્ક ગણાવાના નથી. આમ છતા બોર્ડે આ વખતે પ્રેક્ટિકલ પરીક્ષા લેવાનુ નક્કી કર્યુ છે.જેની સામે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારોભાર રોષ છે.જેનો પડઘો બોર્ડના જ બે સભ્યોએ સામાન્ય સભામાં પાડયો હતો. જે પી પટેલ અને રમણ પટેલ નામના બે બોર્ડ સભ્યોએ સભામાં બોર્ડ દ્વારા પ્રેક્ટિકલ પરીક્ષા નહી લેવા માટે પ્રસ્તાવ મુક્યો હતો.
આ સભ્યોએ કહ્યુ હતુ કે બોર્ડ દ્વારા પરીક્ષા લેવાવાની હોવાથી બિન જરુરી અને બિન તંદુરસ્ત હરિફાઈ થવાની શક્યતાઓ છે અને કોચિંગ કરતા વિદ્યાર્થીઓ શિક્ષકોના પૂર્વગ્રહનો પણ ભોગ બને તેવી પૂરી શક્યતા છે.ઉપરાંત ઉચ્ચશિક્ષણમાં પ્રવેશ વખતે કે અન્ય કોઈ જગ્યાએ પ્રેક્ટિકલના ગુણની મેરિટમાં ગણતરી થવાની નહી હોવાથી વિદ્યાર્થીઓને બિન જરુરી ભારણમાંથી મુક્ત કરીને જુન 2019થી શાળાઓને જ પ્રેક્ટિકલ પરીક્ષા લેવાની જવાબદારી સોંપવી જોઈએ. જોકે બોર્ડના અધિકારીઓએ એવુ કારણ આપીને પ્રસ્તાવ ફગાવી દીધો હતો કે વિજ્ઞાાન પ્રવાહમાં પ્રાયોગિક પાસુ મહત્વન છુ અને વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ કરે
તે માટે બોર્ડ દ્વારા પ્રેક્ટિકલ પરીક્ષા લેવાનુ નક્કી કરાયુ છે. જે વિદ્યાર્થીઓના હિતમાં છે.
આમ બોર્ડ સભ્યોના વિરોધ વચ્ચે પણ સભામાં આ પ્રસ્તાવ ઠુકારાવાયો હતો. એક બોર્ડ સભ્યે ના નહી આપવાની શરતે કહ્યુ હતુ કે બોર્ડના કેટલાક અધિકારીઓના ઈશારે પ્રસ્તાવ ઠુકાવાયો છે.