દિલ્હીની હોટેલમાં ભીષણ આગ; 17નાં મોતFebruary 12, 2019

 પરોઢે આગ ભભૂકતાં જ થઈ પડી નાસભાગ  જીવ બચાવવા માટે બે વ્યક્તિએ ચોથા માળેથી કૂદકો મારતા મૃત્યુ  મૃત્યુઆંક વધવાની દહેશત  30ને બહાર કાઢવામાં સફળતા  ફસાયેલા અન્યોને બચાવવા રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ નવી દિલ્હી તા,12
દિલ્હીના કરોલબાગ વિસ્તારમાં આવેલા હોટલ અર્પિત પેલેસમાં મંગળવાર વહેલી સવારે ભીષણ આગ લાગતા રીતસરની દોડધામ અને ચીસાચીસ થઇ ગઇ હતી. આ અકસ્માતમાં બે લોકોએ જીવ બચાવવા ચોથે માળથી કૂદકો મારાતા મોત નીપજ્યું છે. અત્યાર સુધીમાં એક બાળક સહિત 17 લોકોના મોતના સમાચાર છે. જ્યારે આગની ઝપટમાં દાઝવાથી 7 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. મળતી માહિતી પ્રમાણે હોટલના સૌથી ઉપરના માળે આગ લાગી હતી. ફાયરબ્રિગેડની 26 ગાડીઓએ કોઇપણ રીતે આગ પર કાબૂ મેળવી લીધો, પરંતુ હજુ રેસ્કયૂ ઓપરેશન ચાલુ છે. મળતી માહિતી પ્રમાણે કરોલબાગની હોટલ
અર્પિત પેલેસમાં આગ સવારે અંદાજે સાડા ચાર વાગ્યે લાગી. લોકો ઊંઘમાં હતા એટલે ખબર જ ના પડી કે શું થયું અને આગ ફેલાતી ગઇ. ત્યારબાદ લોકોમાં દહેશત ફેલાય ગઇ. ચીફ ફાયર ઓફિસર વીપીન કેંતાલના મતે બે લોકો બિલ્ડિંગ પરથી કૂદી પડ્યા તે બંનેના મોત થયા છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 17 લોકોના મોત થયા છે. હોટલમાં બીજા કેટલાંક લોકો ફસાયાની આશંકા છે. ફાયરબ્રિગેડ રેસ્કયૂ ઓપરેશનમાં લાગી ગઇ છે.
ફાયર ઓફિસર સુનીલ ચૌધરી એ કહ્યું કે આગ પર સવારે લગભગ 8 વાગ્યા સુધીમાં કાબૂ મેળવી લીધો હતો. આ અકસ્માતમાં મરનાર લોકોના મૃતદેહ પણ બહાર કાઢી લીધા છે. બચાવ કાર્ય હાલ ચાલુ છે. અંદાજે 30 લોકોને હોટલમાંથી બહાર કાઢી દેવામાં આવ્યા છે. હજુ કેટલાંક લોકો આગમાં ફસાયાની ભીતિ
મળતી જાણકારી અનુસાર, હોટલમાંથી અત્યાર સુધીમાં 25થી વધારે લોકોને બિલ્ડિંગમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. બિલ્ડિંગમાં હજુ પણ કેટલાક લોકો ફસાયેલા હોવાની આશંકા છે. ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર હાજર છે. આગમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આગથી જીવ બચાવવા બિલ્ડિંગ પરથી કૂદકો
સવારે અચાનક અર્પિત પેલેસ હોટલની અંદર ભીષણ આગ લાગી હતી. જોત-જોતામાં આગ સમગ્ર માળમાં ફેલાઇ ગઇ હતી. તેનાથી હોટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકો જીવ બચાવવા માટે ભાગી રહ્યાં હતા. એટલું જ નહીં પોતાનો જીવ બચાવવા માચે લોકો હોટલની બિલ્ડિંગમાંથી કૂદવા લાગ્યા હતા.