પેટ્રોલ-ડીઝલનો ‘ભડકો’ ઠારશે શેલગેસFebruary 12, 2019

 ખાનગી અને સરકારી ગેસ કંપનીઓને શેલ સંસાધન વધારવા સરકારી આપી છૂટ: ઊર્જાક્ષેત્રમાં ગેસની ભાગીદારી 15% સુધી લાવવા સરકાર કટિબધ્ધ
નવીદિલ્હી તા,12
ભારતમાં પેટ્રોલિયમ અને ગેસની ખુબ જ અછત છે. ભારત આ બંને પ્રાકૃતિક સંસાધનો પર દુનિયાના અન્ય દેશો પર નિર્ભર છે. પરંતુ મોદી સરકારે ઘર આંગણે જ પેટ્રોલિયમ અને ગેસનો વિપૂલ પ્રમાણમાં પૂરવઠો મળી રહે તે માટે એક યોજના બનાવી છે. આ મામલે સંબંધીત કંપનીઓને પોતાની યોજના રજુ કરવાનું કહેવામાં આવ્યું છે.
વર્ષ 2013માં ભારતે શેલ ગેસ તથા ક્રુડ ઓઈલના ભંડારોની શોધ કરવાનો અધિકાર તેલ અને કુદરતી ગેસ કોર્પોરેશન લિમિટેડને સોંપ્યો હતો. પરંતુ આ વર્ષો દરમિયાન
કરવામાં આવેલા સંશોધન કાર્ય બાદ પણ કંઈ ખાસ હાથ લાગ્યું નહોતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જાન્યુઆરીમાં ભારતે તેલ અને ગેસ નિયામક હાઈડ્રોકાર્બન મહાનિર્દેશાલયે જુદી જુદી ખાનગી અને સરકારી કંપનીઓ સાથે બેઠક યોજીને તેમને અનુરોધ કર્યો હતો કે તેઓ પોતાની પાસે રહેલા ઓઈલ અને ગેસના બ્લોક્સમાં શેલ સંસાધનોનું ઉત્પાદન વધારે. આ બેઠકમાં શામેલ એક એક્ઝિક્યૂટિવે જણાવ્યું હતું કે, સરકારનો વિચાર એવો છે કે, શેલ સંસાધનને ભારતના નકશા પર લાવવામાં આવે. જાન્યુઆરીમાં યોજાયેલી આ બેઠકમાં કોલ બેડ મીથેનના વિકાસની દિશામાં કામ કરી રહેલા તમામ ડેવલપર્સને પણ આમંત્રવામાં આવ્યાં હતાં.
ભારત એક ગેસની અછત ધરાવતો દેશ છે અને વાર્ષિક ગેસની ખપતનો લગભગ અડધો ભાગ આયાત કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈચ્છે છે કે, દેશમં ગેશ આધારિત અર્થવ્યવસ્થા હોય અને દેશને ઉર્જાના ક્ષેત્રમાં ગેસની વર્તમાન ભાગીદારી 6.5 ટકાથી વધારીને 2030 સુધીમાં 15 ટકા કરવામાં આવે.
કંપની એક્ઝિક્યૂટિવે જણાવ્યું હતું કે, એક સંયુક્ત ગ્રુપ પ્લાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જે જાણકારીઓ અને પાયાગત માળખા માટે એક પ્લેટફોર્મની માફક કામ કરશે અને શેલ ગેસ સંશોધનના કામને આગળ ધપાવવામાં મદદરૂપ બનશે.
હાલ ભારતમાં ગેસનું ઉપ્તાદન દેશની ત્રણ કંપનીઓ દ્વારા કરવામાં આવે છે. જેમાં મુકેશ અંબાણીની માલિકીની રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝ, રૂઈયા બ્રધર્સનઈ એસ્સાર ઓઈલ એંડ ગેસ એક્સ્પ્લોરેશન એંડ પ્રોડક્શન લિમિટેડ તથા ગ્રેટ ઈસ્ટર્ન એનર્જી કોર્પ લિમિટેડ. શેલ ગેસ એટલે શું?
કોલ બેથ મીથેનને શેલ ગેસ કહેવાય છે. શેલનો અર્થ ચટ્ટાન થાય છે, કારણ કે આ ગેસ ચટ્ટાનમાંથી નિકળે છે, માટે તેને શેલ ગેસ કહેવામાં આવે છે. આ ગેસ કોલસાના ભંડારો વચ્ચે મળી આવે છે. આ ઉપરાંત જાહેર ક્ષેત્રની કંપનીઓ ઓઈલ અને પ્રાકૃતિક ગેસ કોર્પોરેશન પાસે પણ અનેક કોલ બેથ મીથેન છે.