ભૂપેન હજારિકાનો ‘ભારત રત્ન’ સ્વીકારવા પુત્રએ કરી દીધો ઇનકાર


નવીદિલ્હી: નોર્થ ઇસ્ટમાં નાગરિકતા સંશોધન વિધેયકનો મોટા પ્રમાણમાં વિરોધ વધતો જઇ રહ્યો છે. હવે ભૂપેન હજારીકાના પુત્ર તેજ હજારિકાએ નાગરિકતા સંશોધક વિધેયકનાં વિરોધમાં હાલમાં જ પોતાનાં પિતાને મળેલા ભારત રત્નનું સન્માન પરત કરવાનો નિર્ણય લીધો છે. ભુપેન હજારીકાને 25 જાન્યુઆરીએ જ મોદી સરકાર દ્વારા સૌથી મોટુ નાગરિક પુરસ્કારથી નવાજવા
અંગે જાહેરાત કરવામાં આવી હતી.
બીજી તરફ આ નિર્ણય અંગે ભુપેન હજારિકાનાં પરિવારમાં જ એક મત હોય તેવું નથી લાગી રહ્યું. હજારિકાનાં મોટા ભાઇ સમર હજારિકાએ કહ્યું કે, ભારત રત્ન સન્માન પરત કરવાનો નિર્ણય તેમનાં પુત્રનો હોઇ શકે છે પરંતુ હું તેની સાથે સંમત નથી. સમરે કહ્યું કે, મને લાગે છે કે ભુપેનને આ સન્માન મળવામાં પહેલા જ મોડુ થઇ ચુક્યું છે. હવે જેઓ હજારિકાને ભારત રત્નથી સન્માનીત કરતા સન્માન સ્વીકાર કરી લેવો જોઇએ.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રપતિ ભવનથી બહાર પાડવામાં આવેલી જાહેરાતમાં કહેવામાં આવ્યું હતું કે, નાનાજી દેશમુખ અને ભુપેન હજારિકાને આ સન્માન મરણોપરાંત પ્રદાન કરવામાં આવશે. ભુપેન હજારીકા પૂર્વોત્તર રાજ્ય અસમ સાથે સંબંધ ધરાવે છે. પોતાની મુળ ભાષા અસમિયા ઉપરાંત ભૂપેન હજારિકા હિંદી, બંગલા સહિત અનેક ભારતીય ભાષાઓમાં ગીત ગાતા હતા. તેમણે ફિલ્મ ગાંધી ટુ હિટલરમાં મહાત્મા ગાંધીનું પસંદગીનું ભનજ વૈષ્ણવજન પણ ગાયું હતું. તેમને પદ્મભૂષણ સન્માનથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.