મિસ્ટર ન.મો., માય નેઈમ ઈઝ રા.ગા.February 12, 2019

નવી દિલ્હી તા.12
થોડા જ મહિના પછી સામાન્ય ચૂંટણી થવાનીછે. સિલ્વર સ્ક્ીન પર પોલિટિકલ ડ્રામા ફિલ્મ્સ પણ આવવા લાગી છે. ગત મહિને જાન્યુઆરીમાં સંજય બારુના પુસ્તક પર આધારિત ફિલ્મ ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ રિલીઝ થઇ હતી. જે પછી ન્યુઝ આવ્યા હતા કે પીએમ મોદીની પણ બાયોપિક બની રહી છે. જેમાં વિવેક ઓબેરોય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકામાં જોવા
મળશે. હવે ન્યુઝ આવી રહ્યા છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાધીના જીવન પર પણ બાયોપિક બનવા જઇ રહી છે. આ ફિલ્મનું નામ માઈ નેમ ઈજ
રા ગા હશે.
સુત્રોએ જણાવ્યું કે આ ફિલ્મ પૂરી જ થવામાં છે. ફિલ્મની શરુઆત પૂર્વ વડાપ્રધાન ઈન્દીરા ગાંધીની હત્યાથી થશે અને 2019ની સામાન્ય ચૂંટણી પહેલાનો સમય બતાવી પૂરી થશે. જર્નલિસ્ટથી ડિરેક્ટર બનેલા રુપેશ પોલે આ ફિલ્મની સ્ક્રીપ્ટ લખી છે. તેમણે કહ્યું કે મારી ફિલ્મ રાહુલના નાનપણના દિવસથી શરુ થઇ વર્તમાનમાં રાહુલના પોલિટિકલ વિવાદોને પણ દર્શાવે છે. આ રાહુલની જિંદગીના મહત્વપૂર્ણ પાસાઓ જેવા કે વિદ્યાર્થી તરીકે યુએસમાં તેની જિંદગી અને કોંગ્રેસ અધ્યક્ષ બનવાની સફર બતાવવામાં આવી છે.
રુપેશે જણાવ્યું કે કોઇ જ પોલિટિકલ લીડરથી તેમના સંબંધ નથી. જયાં સુધી ગાંધી પરિવારની અનુમતિનો સવાલ છે તો બધી જ જાણકારી પબ્લીક ડોમેઈન પર ઉપલબ્ધ છે. આ ફિલ્મ ફેક્ટ્સ પર આધારીત છે. આ માટે કોઇ જ પ્રકારના ક્લિયરન્સની જરૂર નથી.
ફિલ્મમાં અશ્ર્વિનીકુમાર રાહુલ ગાંધીનો રોલ કરી રહ્યાં છે. જયારે હિમ્મત કપાડિયા નરેન્દ્ર મોદીના રોલમાં જોવા મળશે. રુપેશે કહ્યું કે હું ફિલ્મમાં અનેક મોટા નામો લેવા ઈચ્છતો હતો. જોકે હાલની રાજનૈતિક પરિસ્થિતિમાં જોતા બધા જ બચી રહ્યા છે. હું હજુ ફિલ્મના બાકી રહેલા ભાગ માટે એક્ટર્સ લેવા ઈચ્છુ છું.
સેન્સરની સમસ્યા પર તેમણે કહ્યું કે, મને નથી લાગતું કે આ કોઇ મુદ્દો છે. કારણ કે ફિલ્મ બનાવવાનો ઉદેશ્ય કોઇની ઈમેજ ખરાબ કરવાનો નથી. નોંધનીય છે કે ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરમાં અનુપમ ખેરે મનમોહન સિંહનો
રોલ કર્યો હતો. જયારે આ ફિલ્મમાં પૂર્વ પીએમનો રોલ તેના ભાઇ રાજુખેરે કર્યો છે.
રુપેશે જણાવ્યું કે અનેક લોકોએ આ રોલ કરવાની ના પાડી હતી. જોકે અંતે રાજુ ખેર આ રોલ માટે તૈયાર થઇ ગયા હતા.