રાજસ્થાનમાં હવે ‘પિન્ક સિટી’ બાદ ‘ગુલાબી ટીમ’

 આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ ટીમ નવી જર્સી સાથે
મેદાનમાં ઉતરશે
જયપુર, તા.12
આઇપીએલની ભૂતપૂર્વ ચેમ્પિયન ટીમ રાજસ્થાન રોયલ્સ આ સિઝનમાં નવા રંગોમાં દેખાશે. અગાઉની સીઝનમાં ચાહકો તરફથી જોરદાર પ્રતિભાવ મળ્યા પછી, ટીમ ફ્રેન્ચાઇઝીઓએ તેમની ઓળખને ગુલાબી રંગ આપ્યો છે,
જે રાજસ્થાન સાથે ઊંડો સંબંધ ધરાવે છે. રાજસ્થાનની ટીમ આ આઇપીએલમાં પિંક (ગુલાબી) જર્સીમાં જોવા મળશે. આ પરિવર્તન પાછળનું એક કારણ જયપુર ગુલાબી શહેર (પિંક સિટી) તરીકે જાણીતું છે તે પણ છે. ટીમની જર્સી પહેલા વાદળી રંગ હતી.
ફ્રેન્ચાઇઝીએ નિવેદનમાં જણાવ્યું હતું કે જયપુરને ગુલાબી શહેર તરીકે ઓળખવામાં આવે છે, જોધપુર ગુલાબી બલુઆ પથ્થરો માટે પ્રખ્યાત છે. તેમજ ઉદયપુર ગુલાબી આરસપહાણનું ઉત્પાદન કરે છે.
તેથી ગુલાબી રંગ આ ટીમ માટે સંપૂર્ણપણે યોગ્ય છે. આનાથી પ્રશંસકોને પણ પોતીકા પણુ લાગશે. બીજી તરફ, ઓસ્ટ્રેલિયાના સુપ્રસિદ્ધ ક્રિકેટર શેન વોર્નને ઇન્ડિયાન પ્રીમિયર લીગના આગામી સત્ર માટે રાજસ્થાન રોયલ્સ માટે ટીમના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની જાહેરાત કરી છે.
ઓસ્ટ્રેલિયાના સુપ્રસિદ્ધ ક્રિકેટર શેન વોર્નના નેતૃત્વમાં રાજસ્થાન રોયલ્સએ 2008માં આઇપીએલના પ્રથમ સત્રમાં જીત મેળવી હતી. તેઓ તે સત્રમાં ટીમના મેન્ટર હતા. આ પ્રસંગે પૂર્વ ક્રિકેટરે જણાવ્યું કે હું રોયલ્સ સાથે પરત આવી ઘણો ખુશ છું અને ટીમ તેમજ ચાહકોના સતત મળતા સમર્થન માટે આભારી છું.