હવે સંકેલીને થેલામાં પેક કરી શકાશે સાઇકલFebruary 12, 2019

 લ્યો બજારમાં આવી ગઇ દુનિયાની સૌથી હલ્કી-ફુલ્કી સાઇકલ ‘સ્મેસકેલ જ-1’, વજન માત્ર 6 કિલો
મુંબઇ તા.12
થોડા સમય પહેલાં જ યોજાયેલા ટેક્નોલોજિકલ ઈક્વિપમેન્ટ્સના એક મેળાવડામાં એક સ્માર્ટ સાઈકલે સૌથી વધુ ચર્ચા જગાવી હતી. સ્મેસર્કલ એસ-1 દુનિયાની સૌથી ઓછા વજનની ઈ-સાઈકલ છે. સંશોધકોએ જણાવ્યું કે, આ એવી હલકી-ફુલકી ઈ-બાઈક છે જેને તમે ગમે ત્યારે અને ગમે ત્યાં ઉપયોગમાં લઈ શકો છે. ભીડભાડવાળી જગ્યાએ પણ આરામથી એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે અથવા તો લાંબા અંતરમાં ચાલવું પડે તેવું હોય ત્યારે તેનો ઉપયોગ કરી શકાય તેમ છે. આ બાઈકની સૌથી મોટી ખાસીયત એ છે કે, તેને ફોલ્ડ કરી શકાય છે. તેનો ઉપયોગ ન હોય ત્યારે તેને ફોલ્ડ કરીને બેગપેકમાં પેક કરી શકાય છે. તેને પાર્ક કરવા માટે વિશેષ જગ્યા કે સુવિધાની પણ જરૂર પડતી નથી. તેને સરળતાથી ઊંચકી શકાય છે. તેને ખભે ભરાવી શકાય છે અને જરૂર પડયે ત્યારે ઉપયોગમાં લઈ શકાય છે. આ સ્માર્ટ સાઈકલનું કુલ વજન 6 કિલોની આસપાસ છે. તેને સરળતાથી ઊંચકી શકાય છે. આ સાઈકલ 100 કિલો સુધીનું વજન ખેંચી શકે છે. તે 20 કિ.મીની ઝડપે ચાલે છે. તેને સરળતાથી ચાર્જ પણ કરી શકાય છે. તે ઈલેક્ટ્રિક સાઈકલ હોવા છતાં વોટરપ્રૂફ છે. આ સાઈકલનો સૌથી મોટો ફાયદો એ છે કે, તે ઈ-બાઈક હોવા છતાં લાઈસન્સ જોઈતું નથી. તેમાં લાઈટ આપેલી છે. તેના હેન્ડલ અને સીટ એડજસ્ટ કરી શકાય છે. તેને મોબાઈલ હોલ્ડર અને યુએસબી ચાર્જર પણ આપવામાં આવ્યું છે. આ ઈ-સાઈકલને અઢી કલાકમાં સંપૂર્ણ ચાર્જ કરી શકાય છે.
100 કિલો વજન ખેંચી શકતી આ સાઈકલનું વજન માત્ર 6 કિલો છે. તે 20 કિલોમીટરની ઝડપે ચાલે છે અને અઢી કલાકમાં તેને સંપૂર્ણ ચાર્જ કરી શકાય છે.