ગ્રેમી એવોર્ડસની ધૂમ: પોપસ્ટાર બિયોન્સીને 6 એવોર્ડFebruary 12, 2019

અમેરિકાના લોસ એન્જલિસ શહેરમાં 61મા ગ્રેમી એવોર્ડ્સ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સંગીતની દુનિયામાં ગ્રેમી એવોર્ડ્સને નોબેલ અને ઓસ્કરને સમકક્ષ માનવામાં આવે છે. ગ્રેમીમાં રેપ, રોક, પોપ અને શાસ્ત્રીય સંગીતની 109 શૈલીઓમાં કલાકારોને એવોર્ડ આપવામાં આવે છે. આ વખતે પોપ સ્ટાર બિયોન્સીએ સૌથી વધુ, 6 કેટેગરીમાં એવોર્ડ જીત્યાં. એવોર્ડ સમારંભ દરમિયાન રંગારંગ કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં લેડી ગાગા, જેનીફર લોપેઝ જેવી કલાકારોએ પરફોર્મ કર્યું હતું.