રણવીર સિંહને બોલિંગ કરતા શીખવશે કપિલ દેવ

 કપિલ પાજીનાં જીવન પર આધારિત ફિલ્મ હવે ફલોર પર
મુંબઇ તા.12
કબીરખાનની 83મા કપિલ દેવની ભૂમિકા ભજવવા જઇ રહેલ એક્ટર રણવીર સિંહ આ ખેલ ડ્રામા ફિલ્મ માટે પૂર્વ દિગ્ગજ ક્રિકેટરની સાથે જલ્દી જ શુટિંગ શરૂ કરશે. આ ફિલ્મમાં કપિલની કેપ્ટનશીપમાં ભારતના જીતની વાર્તા બતાવવામાં આવશે. જ્યારે ભારતીય ટીમે ફાઇનલમાં વેસ્ટઇન્ડિઝને હરાવી 1983માં પ્રથમ વિશ્વકપ મેળવ્યો હતો.
રણવીરે એક નિવેદનમાં જણાવ્યું કે હું કપિલ સર સાથે સમય પસાર કરવા ઉતાવળો છું. મને લાગે છે કે તેમની સાથે પસાર કરેલ સમય પોતાના માટે તેમના વ્યક્તિત્વને અનુરૂપ કરવામાં મદદરૂપ થશે. વધુમાં તેમણે કહ્યું કે હું તેમનાથી જેટલું શીખી શકું છુ તેટલું શિખવા માગુ છું. તેમની વાતો, તેમના અનુભવ, તેમના વિચાર, તેમની ભાવના, તેમના હાવભાવ, તેમની ઉર્જા.33 વર્ષના આ એક્ટરે આ અગાઉ બલવિન્દર સિંહ સંધૂથી ટ્રેનિંગ લીધી છે, જેની ભૂમિકા ફિલ્મમાં પંજાબી સિંગર એક્ટર એમ્મી વિર્ક કરશે. રણવીર તેની ભૂમિકા માટે કપિલની ટેવો અને વર્તનને શિખવા માટે મોહાલીમાં ત્રણ સપ્તાહ તેમની સાથે રહેશે. તે પૂર્વ ક્રિકેટરની બોલિંગની અનોખી શૈલી પણ શીખશે. આ એક અનોખી ફિલ્મ બનશે જે 10 એપ્રિલ 2020ના રોજ રિલિઝ થશે. 83નું પ્રોડક્શન મધુ મંટેલા, વિષ્ણુ ઇન્દુરી અને ખાનએ કર્યું છે.